તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીએ ઘરની દીવાલ પર સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ભુજ18 દિવસ પહેલા
  • પગાર બાકી હોવાનો સફાઈ કામદારોનો આક્ષેપ
  • એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

ભુજ નગરપાલિકાના સફાઈ કર્મીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી છે. એક પુત્ર અને એક પુત્રીના પિતાએ આપઘાત કરતા પહેલા ઘરની બહારની દીવાલ પર લોહી(સંભવિત) દ્વારા સુસાઇડ નોટ પણ લખી છે. તેમાં શુ લખ્યું છે તે સ્પષ્ટ નથી થતું પરંતુ દર્શાવેલા શબ્દો અને સહ કર્મચારીઓના કહેવા પ્રમાણે કર્મચારીનો 30 હજાર પગાર બાકી હોવાનું અનુમાન છે.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ, શહેરના આરટીઓ નજીકની એક શ્રમિક વસાહતમાં રહેતા મુકેશ બંસીલાલ સોનવાલ નામના 30 વર્ષીય યુવકે પોતાના ઘરની છતમાં કપડાં વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. એક પુત્ર અને એક પુત્રીના પિતાએ આપઘાત કરતા પહેલા ઘરની બહારની દીવાલ પર લોહી(સંભવિત) દ્વારા સુસાઇડ નોટ પણ લખી છે. તેમાં શુ લખ્યું છે તે સ્પષ્ટ નથી થતું પરંતુ દર્શાવેલા શબ્દો અને સહ કર્મચારીઓના કહેવા પ્રમાણે સ્થાનિક નગર પાલિકામાં કામગીરી માટેનો 30 હજાર પગાર બાકી હોવાનું અનુમાન છે. જોકે, સાચી હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે.

'મારુ ભુજ સ્વચ્છ ભુજ' અંતર્ગત સુધારાઈ તંત્ર દ્વારા સફાઈ કાર્ય પર ખાસ તકેદારી રાખવાના પ્રયાસ થતા રહે છે. પરંતુ સફાઈ કર્મી પર ધ્યાન ન રખાતા હોવાનો આક્ષેપ આજે એક સફાઈ કર્મીના આપઘાત વેળાએ સફાઈકર્મીઓએ કર્યો છે.

આ અંગે સુધરાઈના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આપઘાત કર્યો છે તેના પ્રત્યે હું મારી સંવેદના જાહેર કરું છે. સાથે આ હતભાગી પાલિકા કચેરીમાં કાયમી કર્મચારી તરીકે નહોતા ડ્રેનેજ વિભાગમાં કામ કરતા હતા. જે રોજમદાર તરીકે કાર્ય કરતા હતા. રહી વાત પગાર બાકીની તો કચેરીના એક પણ સફાઈ કર્મીનો પગાર બાકી નથી. મૂળ રાજસ્થાનના વતનીને તેના ગામ લઈ જવાની વ્યવસ્થા ગોઠવવાની સાથે ત્યાં સુધી પહોંચવાનો ખર્ચ પણ મેં અંગત રીતે તેંના પરિવારને આપ્યો છે.

વર્ષોથી રોજંદાર છે
ભુજ નગરપાલિકામાં એકાદ દાયકાથી પણ વધુ સમયથી રોજંદાર તરીકે નોકરી કરે છે. રોજંદારને દરરોજના 333 રૂપિયા લેખે પગાર આપવાનો હોય છે. પરંતુ, જ્યારે નોકરીએ ન આવે એ દિવસનો પગાર કપાઈ જતો હોય છે. એટલે હાથમાં 9 હજાર જેટલા આવતા હોય છે, જેમાંથી પણ પી.એફ. સહિતની રકમ કપાતા હાથમાં માત્ર 7800 રૂપિયા જ આવતા હોય છે. એટલી રકમમાં કર્મચારી કેમ જીવતો હોય એ તો કોઈપણ વ્યક્તિ સમજી શકે છે.

પી.એફ.ની પહોંચ સુધરાઇ નથી અપાતી
ભુજ નગરપાલિકામાં રોજંદાર તરીકે નોકરી કરનારાનો પી.એફ. કપાય છે. પરંતુ, પી.એફ. ખાતા નંબર અપાયા નથી. દર મહિને કેટલા કપાય છે અને હજુ સુધી કેટલા કપાયા છે. એની વિગતો પણ અપાતી નથી. જે બાબતે કર્મચારીઓ અવારનવાર રજુઆતો પણ કરતા હોય છે. હજુ પણ કેટલાય કર્મચારીઓને પી.એફ. નંબર પણ મળ્યા નથી.

પાલિકાના રોજંદારોના પગાર ધોરણ સુધારવાની આવશ્યકતા
ભુજ નગરપાલિકામાં રોજંદારને દર મહિને માત્ર 7800 રૂપિયા જ હાથમાં આવતા હોય છે. ઠેકેદારો રાખે તો એટલા રૂપિયા પણ હાથમાં આવતા નથી. લાઈટ બ્રાન્ચમાં પણ ઠેકેદાર દ્વારા સમયસર અને પૂરતું વેતન ન ચૂકવાતું હોવાની અવારનવાર ફરિયાદો ઊઠે છે. આમ, માનવતાની દૃષ્ટિએ પણ પગાર ધોરણ સુધારવાની આવશ્યકતા છે.

સુધરાઇના કેટલાક કર્મચારી વ્યાજવટાના ધંધા કરે છે
ચર્ચાતી વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં કેટલાક કર્મચારીઅો વ્યાજવટાના ધંધા કરે છે. જેઓ આવા નબળી આર્થિક સ્થિતિ ધરાવનારાને ઊંચા વ્યાજ રકમ આપે છે. ત્યારબાદ પી.એફ. સહિતની રકમ ઉપડાવવામાં મદદ કરીને વ્યાજ સહિતની રકમ હડપ કરી જાય છે. કદાચ કર્મચારીએ એ દિશામાં ઈશારો કર્યો હોય એવી પણ અટકળો વહેતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...