ભાવ આસમાને:થર્ટી ફર્સ્ટના લીધે ભુજ-મુંબઇ ફલાઇટના ભાવ આસમાને, 30મી તારીખે માયાનગરી જવાનું ભાડું રૂપિયા 22 હજાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંડલા-અમદાવાદથી પણ મુંબઇનું ભાડું ડબલ

નાતાલને પાંચ દિવસ તેમજ થર્ટી ફર્સ્ટને ગણતરીના દસ દિવસ બાકી છે ત્યારે ભુજથી મુંબઇ, કંડલાથી મુંબઇના વિમાનની ટીકિટના ભાવ અાસમાને પહોંચી ગયા છે. 30મી તારીખે ભુજથી મુંબઇનુ ભાડુ અમદાવાદથી દુબઇની ફલાઇટની ટીકિટ કરતા 1500 રૂપિયા વધારે છે. સામાન્ય દિવસોમાં રહેતી ટીકિટના ભાવ બમણા થઇ ગયા છે. ભુજથી મુંબઇની ફલાઇટ દર સપ્તાહના શનિવાર, સોમવાર, મંગળવાર અને ગુરુવારના ઉડાન ભરે છે, ત્યારે નાતાલ અને થર્ટીફર્સ્ટની ઉજવણીને કારણે ભાવ અાસમાને પહોંચી ગયા છે.

ચાલુ સપ્તાહે શનિવારે 10,500 રૂપિયા, તો સોમવારે અાઠ હજાર, મંગળવારે નવ હજાર તેમજ ગુરુવારે 30મી તારીખે ધધધ 21,500 રૂપિયા ટીકિટ છે. તો 1લી જાન્યુઅારીથી 22 તારીખ સુધી ટીકિટના ભાવ અાઠ-નવ હજાર રૂપિયાને અાસપાસ છે. તો બીજી તરફ, અમદાવાદથી મુંબઇની ફલાઇટનું ભાડુ સામાન્ય દિવસોમાં 1500ને અાસપાસ હોય છે, પણ ચાલુ સપ્તાહથી જાન્યુઅારીના બીજા સપ્તાહ સુધી વિમાનનું ભાડુ ચાર હજારને અાસપાસ રહેશે.

કંડલાથી મુંબઇની ફલાઇટનું ભાડુ સામાન્ય દિવસોમાં 2500 રૂપિયા હોય છે ત્યારે ચાલુ સપ્તાહથી 2જી જાન્યુઅારી સુધી વિમાનનું ભાડુ પાંચ હજારથી વીસ હજાર રૂપિયા સુધી રહેશે. બીજી તરફ, અમદાવાદથી દુબઇની ફલાઇટની ટીકિટ 30મી તારીખથી જાન્યુઅારીના પ્રથમ સપ્તાહ સુધી 16થી 19 હજાર અાસપાસ છે, પણ ભુજથી મુંબઇની 30મી તારીખે ફલાઇટનું ભાડુ તેના કરતા પણ 1500 રૂપિયા વધારે છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અાગોતરુ અાયોજન
થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે મુંબઇ કે ગોવા જતા કચ્છના પ્રવાસીઅો અાગોતરુ અાયોજન કર્યું છે. છેલ્લા દિવસોમાં ટીકિટના ભાડામાં વધારો દર વર્ષે નોંધાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ ટીકિટના ભાવમાં બમણો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...