તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળબંબાકાર:નખત્રાણામાં સામાન્ય વરસાદમાં બજારમાં પૂરની માફક પાણી વહેતા વેપારીઓ આશ્ચર્યમાં મૂકાયા, ભુજ-લખપત ધોરીમાર્ગ બંધ થયો

ભુજ19 દિવસ પહેલા
  • ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા નખત્રાણાની બજાર પાણી પાણી થઈ

કચ્છ જિલ્લાના નખત્રાણામાં આજે વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જાતા વેપારીઓ અને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. નખત્રાણાના ટેમ્પો સ્ટેન્ડ પાસેના વોકળામાં બંને કાંઠે પાણી વહી નીકળતા બંને તરફનો વાહનવ્યવહાર બાધિત થયો હતો. તો ગંગાબજારમાં તો પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસેલા વરસાદની નખત્રાણામાં અસર જોવા મળી હતી. પાણીના વહેણ આડે દબાણો થયા હોય વરસાદી પાણી બજાર અને રસ્તા પર ફરી વળ્યા હતા.

નખત્રાણામાં પૂર જેવી સ્થિતિ
કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે આજે નખત્રાણા આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોનસૂન કામગીરી કરવામાં આવી હોવા છતાં વગર વરસાદે ભારે વરસાદ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. નગરના મુખ્ય માર્ગ પરના વહેણમાં અડચણકર્તા સરદાર પટેલના બાવલાને પણ સ્થળાંતર કરી દેવાયું છે. તેમ છતાં પાણીનો પ્રવાહ નગરમાં જોવા મળી રહ્યો હોવાનું સેવાભાવી લખનભાઈ દેસાઈએ કહ્યું હતું.

ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો
ગામના ઉપ સરપંચ ચંદનસિંહ રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં નખત્રાણા આસપાસના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જેનું આવનું પાણી નગર તરફ આવતા બજાર અને હાઇવે માર્ગમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે પણ બે ત્રણ ઇંચ વરસાદ પડે છે ત્યારે આ માર્ગે પાણી ભરાય છે. અને આ માટે આ સ્થળે બ્રિજ બનાવવા અંગે તંત્ર સમક્ષ દરખાસ્ત મુકેલી છે.

અન્ય સમાચારો પણ છે...