સ્વચ્છતા સર્વે 2021 ઓડિટ:ભુજે પોતાના સ્કોરમાં 484 અંકોનો સુધારો કર્યો જ્યારે ગાંધીધામને 242 અંકોનું નુકસાન !

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના શહેરીજનોએ ફીડબેક અાપી અંક વધાર્યા : ગાંધીધામના લોકોઅે પ્રતિભાવ ન અાપતા માર્કસ કપાયા
  • પાલિકાની કામગીરી અને સર્ટિફિકેટમાં ભુજ અને ગાંધીધામ પાલિકાને સરખા ગુણ

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશની નગરપાલિકાઅોમાં સફાઇ બાબતે કરવામાં અાવતી કામગીરીની સમીક્ષા થતી હોય છે. પાલિકાઅો દ્વારા થયેલી કામગીરી અને નાગરિકોના ફીડબેકના અાધારે તેમને શહેરને રેન્ક અાપવામાં અાવે છે. ત્યારે કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરની વર્ષ 2021માં સર્વેક્ષણના અાધારે અેનાલિસિસ કરતા ચોંકાવનારી બાબતો સામે અાવી છે. જેમાં વર્ષે 2020ના સર્વેના અાધારે જોઇઅે તો ભુજે પોતાના સ્કોરમાં 484 અંકોનો સુધારો કર્યો જ્યારે ગાંધીધામને 242 અંકોનો નુકસાન થયું છે. જેમાં ભુજ પાલિકાઅે પોતાના માર્ક અને રેન્ક સુધાર્યા છે. જ્યારે ગાંધીધામ પાલિકાઅે સફાઇ પાછળ પાણીની જેમ પૈસાનો ખર્ચ કરીને પણ રેન્કમાં પીછેહટ કરી છે. ભુજને ચાલુ વર્ષે નેશનલ રેન્કિંગમાં 91મુ અને ગાંધીધામને 114મું સ્થાન મળ્યું હતું.

સરકાર દ્રારા ત્રણ જુદી-જુદી કેટેટરીમાં માર્ક અાપવામાં અાવે છે. જેમાં નગરપાલિકાઅો દ્વારા કરાતી કામગીરી અેટલે કે સર્વિસ લેવલ પ્રોસેસના સાૈથી વધારે 2400 અંક હોય છે. જેમાં ડોર-ટુ ડોર કચરા કલેક્શન, કચરાનો નિકાલ, ભીનો અને સુકો કચરો અલગ-અલગ ભેગા કરવા, નાગરિકોની ફરિયાદોના ઝડપથી નિકાલ સહિતની કામગીરી જોઇ તેના અાધારે માર્ક અાપવામાં અાવે છે. ત્યારબાદ શહેરના લોકોના ફીડબેક (સિટીજન વોઇસ)ના 1800 અંક હોય છે. જેમાં નાગરિકોને અોનલાઇન અને ફોન કરીને ફીડબેક અાપવાના હતા. ત્યારબાદ શહેરને સર્ટિફિકેટના 1800 અંક હોય છે. જેમાં ગાર્બેજ ફ્રી શહેર(જીઅેફસી)ના 1100 અંક અને ખુલ્લામાં શાૈચમુક્ત શહેર (અોડીઅેફ)ના 700 અંક હતાં. અામ કુલ મળીને 6000 સ્કોરમાંથી જેતે શહેરને કેટલા માર્કસ મળ્યા તેના અાધારે નંબર અાપવામાં અાવ્યા હતાં.

હવે સાૈથી પહેલા સર્વિસ લેવલ પ્રોસેસની કેટેગરીમાં ભુજને 2400માંથી 1668 માર્ક જ્યારે ગાંધીધામેને 1695.17 માર્ક મળ્યા હતાં. અામ ભુજની સામે ગાંધીધામને વધારે માર્ક મળ્યા છે. પરંતુ ત્યારબાદ સિટીઝન વોઇસમાં ભુજના નાગરિકોઅે ગાંધીધામની સરખામણીઅે વધારે ફીડબેક અાપ્યા હતાં. જેના પગલે ભુજને અા કેટેગરીમાં 1800માંથી 1181 અંક જ્યારે ગાંધીધામને માત્ર 935 અંક જ મળ્યા હતાં. અામ ગાંધીધામ પાલિકાની કામગીરીથી શહેરના નાગરિકો ખફા હોય તેમ બહાર અાવ્યું છે. છેલ્લે સર્ટિફિકેટમાં ભુજ અને ગાંધીધામ પાસે ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટીફિકેટ ન હોવાથી તેના 1100 અંક તો અાપોઅપ ચાલ્યા ગયા હતા ! બાકી બન્ને શહેરના ખુલ્લામાં શાૈચમુક્ત સર્ટિફિકેટના અધારે 700માંથી 500 અંક મળ્યા હતાં. અામ સર્ટિફિકેટની કેટેગરીમાં ભુજ અને ગાંધીધામને 1800માંથી માત્ર 500 માર્કસ મળ્યા હતાં. અામ ભુજ શહેરનો સ્કોર 6000માંથી 3350 રહ્યો હતો. જ્યારે ગાંધીધામનો સ્કોર 3130 રહ્યો હતો. નવાઇની વાત અે છે કે ભુજ પાલિકાઅે વર્ષ 2020ના સર્વેક્ષણ બાદ પોતાની કામગીરીમાં સુધારો કર્યો છે. 2020ના સર્વેમાં ભુજનો સ્કોર 2866 હતો અને 47 ટકા માર્કસ મળ્યા હતા. અામ ચાલુ વર્ષે ભુજે 55 ટકા માર્કસ મેળવીને પોતાની કામગીરીમાં સુધારો કર્યો છે.

જ્યારે ગાંધીધામ પાલિકાની કામગીરી બગડી છે. વર્ષ 2020ના સર્વેમાં ગાંધીધામને 3372 અંક સાથે 56 ટકા માર્કસ મળ્યા હતાં. જ્યારે ચાલુ વર્ષે પાલિકાના માર્કસમાં 242 અંકનો ઘટાડો નોંધાયો છે. જેના બદલે ટકાવારી 56થી ઘટીને 52 થઇ ગઇ છે.

2021માં ભુજ અને ગાંધીધામ પાલિકાને મળેલા અંક

કેટેટરીભુજગાંધીધામ
સર્વિસ લેવલ પ્રોસેસ (2400)16681696
સર્ટિફિકેટ અોડીઅેફ (700)500500
જીઅેફસી (1100)00
સિટીઝન ફીડબેક (1800)11811058
કુલ (6000)33503130

2020ના સર્વેક્ષણમાં મળેલા માર્કસ​​​​​​​

કેટેગરીભુજગાંધીધામ
સિધુ નિરીક્ષણ(1500)11311309
સિટીઝન વોઇસ (1500)1023939
સર્વિસ લેવલ પ્રોસેસ(1500)409623
સર્ટિફિકેટ (1500)300500
કુલ (6000)28663372

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...