તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:રવિવારથી ભુજ-ગાંધીધામને રાત્રિ કફર્યૂમાંથી મળશે મુક્તિ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન પ્રસંગોએ 150 લોકો એકત્ર થઇ શકશે

કચ્છ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં વિશેષ છૂટછાટો મળી રહી છે ત્યારે ભુજ અને ગાંધીધામને રાત્રિ કફર્યૂમાંથી મુક્તિ અપાઇ છે અને જિલ્લામાં લગ્નપ્રસંગોઅે 150 લોકો અેકત્ર થઇ શકશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તા.11-7, રવિવારથી ભુજ અને ગાંધીધામને રાત્રિ કફર્યૂમાંથી મુક્તિ મળશે.

વધુમાં લગ્ન પ્રસંગમાં 150 વ્યક્તિઅો હાજર રહી શકશે. જિલ્લાની શાળાઅો, કોલેજોની ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુઅેશનની પરીક્ષા, અન્ય સંસ્થાઅોની પ્રવેશ પરીક્ષાઅો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઅો, કોચિંગ, ટ્યૂશન ક્લાસિસ સ્થળની ક્ષમતાના 50 ટકા છાત્રો સાથે બેંચવાર કોરોના માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.

ભુજ અને ગાંધીધામમાં હાલે રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ અમલી છે, જેમાંથી રવિવારથી મુક્તિ મળી જશે. સરકારના અા નિર્ણયના પગલે વેપારીઅોમાં ખુશી જોવા મળી રહી છે. મળેલી છૂટ વચ્ચે સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે જિલ્લાવાસીઅોઅે ફરજિયાત માસ્ક, સામાજિક અંતર સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું ભૂલવાનું નથી.

અન્ય સમાચારો પણ છે...