તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂંઝવણ:ભુજ-ગાંધીધામના વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવા ફરમાન, વેક્સિન મળતી ના હોવાની વેપારીઓની ફરિયાદ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ મુદતમાં વધારો કરવાની માગ કરી

ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા રાજ્યના 18 શહેરમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યું હતું. તેમાં હવે કોરોના કેસ ઘટી જતાં આંશિક રાહત સાથે સમય મર્યાદા વધારવામાં આવી છે. પરંતુ રાત્રિ કફર્યૂમાં આવતા રાજ્યના શહેરો પૈકી ભૂજ અને ગાંધીધામના તમામ વેપારીઓ અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓને તા. 30 જૂન સુધી કોરોનાની રસી ફરજિયાત મુકાવી લેવા સરકારે ફરમાન કર્યું છે.

ત્યારે ભુજ અને ગાંધીધામ શહેરના વેપારીઓ ધંધાર્થીઓ અને કર્મચારીઓ વેક્સિનેશન મામલે દુવિધા અનુભવી રહ્યા છે. આ વિશે તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં દરરોજ મર્યાદિત રસીના ડોઝ વેક્સિનેશન સેન્ટર પર ઉપલબ્ધ કરવામાં આવે છે . તેમાં બધા વેપારી કેવી રીતે વેક્સિન લે. સરકારે જો વેપારીઓને વેક્સિન આપવીજ હોય તો વેક્સિન માટે એક વિશેષ કેમ્પ ઊભો કરવો જોઈએ. જ્યાં સુંધી વેક્સિનનો પૂરતો જથ્થો નહિ આવે તો 30 જૂન સુંધી વેક્સિન લેવી અશક્ય છે.

વેપારીઓએ રજૂઆત કરી હતી કે, જ્યારે વેપારી વેક્સિન માટે સેન્ટર ઉપર જાયે છે ત્યાં સુંધી વેક્સિન પૂરી થઈ ગઈ હોય છે વેપારીઓની માંગ છે કે વેક્સિનના સમયમાં વધારો કરવામાં આવે આ રીતે વેપારીઓને હેરાનગતિ ના કરાય. એવું અનમ રિંગ રોડ પર રેડીમેડ કપડાનો વ્યવસાય કરતા અનિલ ડાભી સહિતના વેપારીઓએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...