તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ:આખરે ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયાની રિલીઝ ડેટ જાહેર

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજય દેવગણે ઓનલાઇન પ્લેટફોર્મ પર જાહેરાત કરતા કચ્છીઓમાં ફિલ્મ માટે આતુરતા

કચ્છ જિલ્લામાં શૂટ થયેલી 1971ના યુદ્ધ પર આધારિત એક્શન ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે, 13 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. જેની જાહેરાત અજય દેવગણે ઓનલાઇન પ્લેટફોર્મ પર કરી હતી. અગાઉ પણ ફિલ્મની રિલીઝ કરવાની તારીખ જણાવાઈ હતી. હાલ, આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરાયું છે અને ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ કરાશે.

ફિલ્મની વાર્તા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની અને ભારતીય હવાઈ દળના જવાન સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકના જીવન પર આધારિત છે. યુદ્ધ વખતે કર્ણિક ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એમણે સાથી જવાનોની મદદથી ભુજ તાલુકાના માધાપર ગામની 300 મહિલાઓની મદદથી ભારતીય હવાઈ દળનું મથક બાંધ્યું હતું. અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.

અન્ય સમાચારો પણ છે...