નિર્દેશ:પાલારા દુષ્કર્મ કેસમાં ભુજ કોર્ટ 15 દી’માં તપાસ કરી રિપોર્ટ સોંપે

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડી અદાલતે ચકચારી કેસમાં આપ્યો નિર્દેશ
  • નાઇજિરિયન મહિલા કેદીએ જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો લગાવ્યો હતો આરોપ

પાલારા જેલમાં કેદ નાઇજિરિયન મહિલા કેદી દ્વારા જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો આરોપ મૂકી તેમના દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું જણાવતા ભારે ખળભળાટ મચી ગયો છે.સમગ્ર મામલે નાઇજિરિયન મહિલા દ્વારા સ્થાનિકે રજુઆત કરવા છતાં કોઈ દાદ ન મળતા અંતે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં સોમવારે હાઇકોર્ટે ભુજ કોર્ટને મહત્વનો આદેશ આપ્યો છે જેને લઈને આગામી સમયમાં આ ચકચારી કેસમાં નવા ખુલાસા થવાની વકી સેવાઇ રહી છે.

કેસના ધારાશાસ્ત્રી દિલીપભાઈ જોશીથી વાત કરતા તેમણે જણાવ્યું કે,હાઇકોર્ટ દ્વારા ભુજ કોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફરિયાદ અન્વયે ભુજ કોર્ટ દ્વારા 15 દિવસમાં તપાસ કરીને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરી અહેવાલ સોંપવામાં આવે.જેથી કોર્ટ દ્વારા સાહેદોના નિવેદન લેવામાં આવશે અને જરૂર જણાય તો પોલીસને તપાસ માટે હુકમ પણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે,હાઇકોર્ટમાં 21-4 ના રોજ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી તેમજ જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ પોતાના પર લાગેલા આક્ષેપોને અગાઉ ખોટા ગણાવી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...