સજા:17 વર્ષ પહેલા ભુજ કોર્ટે એક સાથે 4 પાકિસ્તાનીને આપી હતી ફાંસી, બાદમાં હાઇકોર્ટે આજીવન કેદમાં રૂપાંતરિત કરી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાંસીના જુના કેસોની તવારીખ જોઇએ તો 1987મા વાગડમાં એક સાથે 4 હત્યાના બનાવમાં ફાંસીની સજા થઇ હતી. જેમાં અપીલમાં જતા હાઇકોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. જે બાદ વર્ષ 2003-04મા હાજીપીર-ભીટારાના રણમાં 36 કિલો આરડીએક્સ અને એક એકે-47 ગન સાથે ઝડપાયેલા આરોપીને થયેલી સ્થાનિક અદાલતમાં ફાંસીની સજા હાઇકોર્ટે જન્મટીપમાં રૂપાંતરીત કરી હતી. જે બાદ વર્ષ 2004મા 4 પાકિસ્તાની શખ્સો કે જે આઇએસઆઇ સાથે સંકળાયેલા હતા તેઓ 24 કિલો આરડીએક્સ તેમજ ઘાતક શસ્ત્રો જેમાં બંદૂક અને પિસ્તોલ તેમજ બનાવટી ચલણી નોટ, રિમોટ કન્ટ્રોલ સાથે ઝડપાયા હતા.

જેઓને ભુજની કોર્ટે એપ્રિલ 2004મા એક સાથે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. બાદમાં આરોપીઓ હાઇકોર્ટમાં જતા તેઓની સજા આજીવન કેદમાં રૂપાંતરિત કરાતા આજે તેઓ સાબરમતી સેન્ટ્રોલ જેલમાં સજા કાપે છે. થોડા વર્ષો પૂર્વે ગાંધીધામમાં માનસિક અસ્થિર મહિલાએ કુટુંબના 3 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં સ્થાનિક કોર્ટે ફાંસીની સજા આપી હતી, પરંતુ મામલો હાઇકોર્ટમાં જતા કેસને રિમાન્ડ કરાયો હતો અને સ્થાનિક કોર્ટ દ્વારા બાદમાં આ મહિલાને નિર્દોષ છોડી દેવાઇ હતી.

અભલાએ બ્લાસ્ટ માટે નાણાં પૂરા પાડ્યા હતા
અબ્બાસ સમેજા પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલો હતો. તેમજ ભુજમાં જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો. અબ્બાસે વર્ષ 2001માં સીમી દ્વારા ભુજમાં ખરીદાયેલું મકાન વેચીને અમદાવાદ વિસ્ફોટ માટે આંશિક રીતે નાણા પૂરા પાડ્યા હતા. તેમજ 2008માં નકલી નામથી હાલોલમાં યોજાયેલી આતંકવાદી તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આતંકી હુમલા માટે નાણા એકત્ર કરવા ભુજમાં વેચાયેલી પ્રોપટી નકલી નામ પર હતી. સમેજાના જીમમાં અન્ય આરોપીઓ મળવા પણ આવ્યા હતા.

પેરોલ પર છૂટ્યો ત્યારનો અને આજનો માહોલ તદ્દન વિપરીત, પરિવાર સુનાવણી હોવાથી અમદાવાદ ગયો હતો
બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલો આતંકી અબ્બાસ આજથી ત્રણેક વર્ષ પૂર્વે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છૂટ્યો અને કેમ્પ એરિયામાં પોતાના ઘરે આવ્યો ત્યારે સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તે સમયે ભારે ચહલપહલ સાથે ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જોકે, શુક્રવારે સજા ફરમાવાઇ ત્યારે તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. તેના ઘરની આસપાસ શાંતિ છવાયેલી હતી. સાથે સમેજાનો પરિવાર અમદાવાદમાં સુનાવાણી હોવાથી ત્યાં ગયો હોવાની વિગતો પણ સામે આવી હતી.

2019મા સુધારાયેલા યુપીપીએ કાયદા હેઠળ પ્રથમ વખત અબ્બાસને મળી સજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનલોકલ એક્ટિવીટી પ્રિવેન્સન એક્ટમાં 2019મા સુધારો કર્યો હતો. જે સુધારા બાદ પ્રથમ વખત આ દોષીતો સામે આ એક્ટ મુજબ સજા આપવામાં આવી છે. આતંકવાદીઓ આ કલમથી ફફડે છે. કારણ કે, તેમાં સરકાર શંકાના આધારે વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકે છે. તપાસ દરમિયાન સંપત્તિ જપ્તીના સંપૂર્ણ અધિકાર મળે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તપાસ માટે કોઇપણ સ્થળે સ્થાનિક પોલીસની મંજૂરી વિના જઇ શકે છે. અગાઉ તપાસ માટે 2થી 3 મહિનાનો સમય મળતો હવે 6 મહિનાનો સમય મળે છે.

અન્ય સમાચારો પણ છે...