સમસ્યા:ભુજના કારના ડિલરો પાસે એક હજાર વાહનોનું બુકિંગ પણ દિવાળીએ અઢીસોની ડિલિવરી શક્ય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી પણ... ,કંપનીઓ તરફથી ઉત્પાદન ઓછું થવાના કારણે સો ટકા ડીલીવરી નહી થાય
  • કોરોના​​​​​​​ બાદ બુકિંગ આવ્યા પછી જ ઉત્પાદન કરાતું હોવાથી તહેવાર ટાણે લોકોનું શુકન નહી સચવાય

ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી આવી હોય તેવું ચિત્ર દિવાળી ટાણે થયેલા ફોર વ્હીલર વાહનોના બુકિંગ પરથી દેખાઈ રહ્યું છે. ભુજમાં ફોર વ્હીલરના મોટા ત્રણ ડિલરો પાસે એક હજારો વાહનોની નોંધણી માલિકોએ કરાવ્યું છે પણ માંડ અઢીસો જેટલા લોકોને જ ડિલિવરી થઈ શકશે. કોરોના બાદ કંપનીઓ તરફથી બુકિંગ આવ્યા પછી જ ઉત્પાદન કરાતું હોવાથી તહેવાર ટાણે લોકોનું શુકન નહી સચવાય અને લોકોને ડીલીવરી આપી શકાશે નહીં. ધનતેરસ અને દિવાળી ટાણે લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે. ભુજના મારુતિ સુઝુકી, હ્યુંડાઇ અને મહિન્દ્રા કંપનીના શોરૂમમાં દિવાળી ટાણે એક હજાર ફોરવીલર કારનું બુકિંગ થયેલું છે.

છેલ્લા કેટલાક સમયથી વાહનોનું ઉત્પાદન કંપનીમાંથી જ ઓછું થતું હોવાના કારણે લોકોને સમયસર વાહનો મળી શકતા નથી, એ જ સિનેરીયો દિવાળીના તહેવાર ટાણે જોવા મળી રહ્યો છે. પેટ્રોલ, સીએનજી અને ડીઝલ વાહનોનું લોકોએ બુકીંગ કરાવ્યું છે પણ તહેવાર ટાણે તેમને ડીલીવરી મળી શકશે નહીં. ૮ થી ૧૦ મહિનાનું વેઇટિંગ ડીલરો તરફથી કહેવાઇ રહ્યું છે તેમ છતાં પણ લોકો વાહનોનું બુકીંગ કરાવતા થયા છે.

આમ ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોના મહામારીને કારણે અનેક કંપનીઓએ પ્રોડકશન પર રોક લગાવી છે નોંધાય તે મુજબ જ વાહનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે તહેવારો ટાણે લોકો બુકિંગ હોવા છતાંય વાહનોની ડિલિવરી થઈ શકશે નહીં.

મારુતિ સુઝુકીમાં સીએનજી વાહનોનું સૌથી વધુ બુકિંગ
ભુજના કે. ડી. મોટર્સ મારુતિ સુઝુકીના ધવલભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સીએનજી વાહનોનું સૌથી વધુ બુકિંગ તેમની પાસે થયેલું છે અત્યારે દોઢસો સીએનજી વાહનોનું બુકિંગ છે પણ દિવાળી ટાણે માંડ ૨૫થી 30 વાહનોની ડીલીવરી આપી શકાશે. લોકોને ૧૦ મહિનાનું વેઇટિંગ કહ્યું તેમ છતાં પણ બુકીંગ કરાવતા હોવાથી ઓટોમોબાઇલ સેક્ટરમાં તેજી હોવાની વાત તેમણે કરી હતી, તો કંપનીની અન્ય પેટ્રોલ વાહનોમાં પણ દોઢસો જેટલું બુકિંગ છે તે તમામ બુકિંગ ધારકોને ડિલિવરી થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

તહેવાર બાદ ડીલરો પાસે એકે વાહન સ્ટોકમાં નહીં રહે
દિવાળી અને ધનતેરસના દિવસે લોકોએ વાહનો બુકિંગ કરાવ્યા છે. કંપની તરફથી સ્ટોકમાં આવેલા તમામ વાહનોનું ડિલિવરી થઈ જશે જે લોકોએ બુકીંગ કરાવ્યું છે તેવા અમુક લોકોને દિવાળી પાછળ પણ સ્ટોક આવતા વાહનો અપાશે. જો કે દિવાળીના બીજા દિવસથી જ કંપનીના સ્ટોકના ગોડાઉનમાં એક પણ વાહન જોવા નહીં મળે.

કંપની તરફથી સ્ટોક ન આવતા નવી મોડલ લોકોને મળે તે શક્ય નથી : બી.મંગતરામ
વાહન વિતરક બી. મંગતરામના માલિક રાજુભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, દર મહિને સ્ટોક આવતા પંદર તારીખ નીકળી જાય છે. ઓક્ટોબર માસનું સ્ટોક આવ્યું છે તેમને દિવાળી અને ધનતેરસના દિવસે ડિલિવરી આપી શકાશે. કંપનીનું ઉત્પાદન ઓછું હોવાના કારણે વાહન માલિકોને તહેવાર ટાણે ડીલીવરી મળી શકશે નહીં. મહિન્દ્રાના નવા મોડલની લોન્ચ થયેલી xuv 700 વાહનનું 120 જેટલું બુકિંગ છે પણ એકેય વાહનની ડિલિવરી આપી શકાય તેવા એંધાણ નથી. તો હ્યુંડાઇ કંપનીની ક્રેટા અને વેન્યુ મોડેલનું દોઢસો જેટલું બુકિંગ છે પણ લોકોને જેમ બને તેમ ડિલિવરી કરી અપાશે. આમ કંપની તરફથી ઉત્પાદનના અભાવે વાહનમાલિકોને ડિલિવરી થઈ શકશે નહીં તેઓ ચિતાર ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...