તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદથી ભુજ માટે સાંજે 6.30 કલાકે ઉપડેલી બસને સાંજે અકસ્માત નડતાં બંધ પડી ગઇ હતી જેને લઇને દાહોદના જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં બસની મરંમત માટે તસદી લેવાઇ ન હોવાથી મધરાતે જંગલ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો સહિત 37 મુસાફરો રઝળી પડ્યા હતા.
દાહોદથી રવાના થયેલી બસ સાંજે 7.15 વાગ્યાના અરસામાં ટ્રેક્ટર સાથે અથડાતાં સ્ટીયરિંગને નુકસાન થવાની સાથે બંધ પડી ગઇ હતી. દરમિયાન એસટીના જવાબદારોને આ ઘટનાની જાણ કરતાં સ્થળ પર મિકેનિકને મોકલાય છે તેવો જવાબ અપાયો હતો પણ રાત્રે 12 વાગ્યા સુધી કોઇ ફરક્યું ન હતું જેને લઇને બનાવના જંગલવાળા વિસ્તારમાં બાળકો અને મહિલાઓ સહિતના મુસાફરો ભૂખ્યા-તરસ્યા રઝળ્યા હતા.
બસમાં મુસાફરી કરી રહેલા માધાપરના મહેન્દ્ર વરૂએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, અકસ્માતના બે-ત્રણ કલાક સુધી સ્ટીયરિંગ માટે જરૂરી એવું ઓઇલ લઇને કોઇ ન આવતાં દાહોદના ટીસી તેમજ ડેપો મેનેજરનો મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ આ બંને અધિકારીના ફોન સ્વીચઓફ જણાયા હતા. એસટીના સત્તાધિશોએ એક લિટર જેટલું સ્ટીયરિંગ ઓઇલ બનાવના સ્થળે સમયસર ન પહોંચાડતાં પ્રવાસીઓ મધ રાત સુધી જંગલ વિસ્તારમાં રખડી પડ્યા હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.