તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા એકાદ માસથી ભુજથી મુંબઇની ફલાઇટને વાયા ભાવનગર ચલાવાય છે, ભુજથી ભાવનગર અને મુંબઇથી ભાવનગરથી ટિકીટ 3500 રૂપિયા હતી, જે ઘટાડવા માટે ભાવનગર કચ્છ સમાજના પ્રમુખ તેમજ સાંસદને રજૂઆત થતા ભાડુ ઘટાડીને 2000 રૂપિયા કરાયો છે.
સમાજના પ્રમુખની યાદીમાં જણાવાયું હતું કે, ભાવનગરથી ભુજ એર ટીકિટ 3500 રૂપિયા ઘટાડીને 2000 કરવામાં આવે તેવી રજૂઆત પ્રમુખ મહેન્દ્રભાઇ શાહ સહિતનાએ શહેર ભાજપના પ્રમુખ રાજીવ પંડયા તેમજ ભાવનગર એરપોર્ટના નિર્દેશન અને મેનેજર સાથે કરી હતી, તો સાંસદ ભારતીબેન શિયાળને ભલામણ કરાઇ હતી. મુંબઇથી ભાવનગર થઇ પાલીતાણા થતા યાત્રાળુઓને પણ સગવડનો લાભ મળે તેમજ સમયનો બચત થશે. રજૂઆતને ધ્યાને લઇને 1500 રૂપિયા ભાડો ઘટાડાયો હતો. તો હવાઇ મુસાફરીને આરસીએસ સ્કીમ હેઠળ લવાય તો ટીકિટનો દર 1100 રૂપીયા આસપાસ પહોંચી જાય તેમ છે.
વાહનથી પ્રતિ માથાદીઠ બે હજાર જેટલો ખર્ચ થાય છે આમ ટીકિટ ઘટાડો થાય તો કચ્છ, ભાવનગર, મુંબઇના લોકોને ફાયદો થાય તેમ છે. ભાવનગર અને કચ્છના લોકો વધુમાં વધુ હવાઇ સેવાનો લાભ લે તો આ સેવા લાંબો સમય રાહત દરે ચલાવી શકાય તેવી અપીલ પ્રમુખ દ્વારા કરાઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.