તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ભુજ અને ગાંધીધામ કોંગ્રેસ દ્વારા ઇંધણમાં ભાવ વધારાને લઇ ઉંટલારી પર બેસીને વિરોધ કરાયો

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં 25 અને ગાંધીધામમાં 15 કોંગ્રેસ કાર્યકરોને પોલીસે અટક બાદ છોડી મુક્યા

દેશમાં વધી રહેલા ઇંધણ ભાવ વધારાને લઈ કોંગેસ પક્ષ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભુજ અને ગાંધીધામ શહેરના કોંગેસ સમિતિના કાર્યકરો પણ જોડાયા હતા. અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચાર પોકારી, લખાણ સાથેના બોર્ડ દર્શાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભુજ અને ગાંધીધામ કોંગ્રેસ દ્વારા ઇંધણમાં ભાવ વધારાને લઇ ઉંટલારી પર બેસીને વિરોધ કરાયો છે.

25 થી 30 કાર્યકરોની અટક કરી તાલીમ કેન્દ્ર ખાતે લઈ જવાયા બાદ છોડી મુકાયા

ભુજમાં કચ્છની ઓળખ ઉંટને કચ્છી હસ્તકળાના વસ્ત્રથી શણગારી જિલ્લા અને ભુજ તાલુકાના કોંગેસના આગેવાનો લાલ ટેકરી પાસેના બી.એમ.પેટ્રોલ પમ્પ ઉપર પહોંચ્યા હતા. અને દેશનું ભવિષ્ય હવે પશુ ગાડી તરફ હોવાની માર્મિક ટકોર કરી હતી. તેની સાથે સરકાર અને ઇંધણ ભાવ વધારાનો વિરોધ દર્શાવ્યો હતો. આ દેખાવોમાં જિલ્લા પ્રમુખ યુજુવેન્દ્રસિંહ જાડેજા, પી.સી. ગઢવી, ઘનશ્યામસિંહ જાડેજા, રફીક મારા, જુમાં નોડે, કાસમ સમાં વગેરે કોંગીજનો જોડાયા હતા. બી ડિવિઝનના પીઆઇ ગોજીયા દ્વારા 25 થી 30 કાર્યકરોની અટક કરી તાલીમ કેન્દ્ર ખાતે લઈ જવાયા બાદ છોડી મુકાયા હતા.

કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું

ગાંધીધામ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ પણ ઇંધણભાવ વધારાના વિરોધ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચાર પોકર્યા હતા. આ વેળાએ હાજી ગની માજોઠી, સંજયભાઈ ગાંધી વગેરે કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. પોલીસ દ્વારા અટક કરાયા બાદ છોડી મુકાયા હતા. આ દરમ્યાન થોડીવાર માટે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું

નખત્રાણામાં અસહ્ય ભાવ વધારા સામે સૂત્રોચ્ચાર
કોંગ્રેસે પ્રતિકાર ધરણા કરી અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવા વિરોધ નોંધાવ્યો હતો. તાલુકાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં તાલુકા પ્રમુખ રાજેશ આહિર, ડો.શાંતિલાલ સેંઘાણી, અશ્વિન રૂપારેલ, કેતન પાંચાણી, વિશનજી પાંચાણી, ખમીસા ખત્રી, મણીલાલ પટેલ, રવજીભાઇ આહિર, નવીન કુંવટ, હરીભાઇ ચારણ,મંગલ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.

મુન્દ્રામાં વિરોધ વખતે સામાજીક અંતરનો ભંગ
તાલુકા કોંગ્રેસ સમિતિએ શક્તિ પ્લાઝાથી ઝીરો પોઇન્ટ વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સરકારી માર્ગદર્શિકાના ઉલ્લંઘન મુદ્દે સત્તાપક્ષને ભાંડતો વિપક્ષ ખુદ સામાજિક અંતરની જાળવણી કરવાનું ભુલ્યો હતો અને કાર્યક્રમ દરમ્યાન સામાજિક અંતરનો ભંગ જોવા મળ્યો હતો.

અંજારમાં કાર્યકર્તાઓએ પેટ્રોલ પંપ સામે રામધૂન બોલાવી
શહેર અને તાલુકા કોંગ્રેસે ખડીયા તળાવ પાસેના પેટ્રોલપંપ પર બેનરો સાથે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિ.પં. વિપક્ષના નેતા રમેશ ડાંગર, શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, કરશન રબારી, જીતેન્દ્ર ચોટારા, અકબરશા શેખ વગેરે જોડાયા હતા.

ભચાઉમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ
કોંગ્રેસ દ્વારા શહેરના પેટ્રોલ પમ્પ પર જઈ કેન્દ્ર સરકાર સામે વિરોધ કરતા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદશનમાં તાલુકા અને શહેરના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં 72 કાર્યકરોની અટકાયત
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ પ્રદર્શનમાં કચ્છભરમાં કોંગ્રેસના 72 કાર્યકર્તા-આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી, જેમાં ભુજ : 26, માંડવી : 12, ગાંધીધામ : 12, નખત્રાણા : 10, નલિયા : 12 સહિત કુલ 72 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...