તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારતા ઊંટ:ભુજ વાયુસેનાના અધિકારી ઊંટ માલધારીઓની વહારે, સંશોધકનો બ્લોગ વાંચીને એક કંપની પણ મદદ કરવા પ્રેરાઇ

કચ્છ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છના વિચારતા ઊંટ માલધારીઓ ગામડાઓથી દુર જંગલોમાં પોતાના ઊંટના ટોળા સાથે વિચરી રહ્યા છે ત્યારે લોકડાઉનની સ્થિતિમાં અનાજ અને રાશનની મુશ્કેલી ભોગવી રહેલા આ પરિવારોને મદદ કરવા ભુજ સ્થિત વાયુ સેનાના અધિકારી તેમજ આદ્રવિક કંપનીએ મદદનો હાથ લંબાવ્યો હતો. કોલકાત્તા નિવાસી રીતાયન મુખરજી નામના સંશોધક જે કચ્છના ઊંટ માલધારીઓ પર સંશોધન કરીને કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેગેઝીન અને ડિજિટલ માધ્યમોમાં બ્લોગ લખે છે. આ બ્લોગ ભુજ વાયુસેનાના ફ્લાઈટ લેફ્ટનન્ટ અમિત બેનીવાલના ધ્યાનમાં આવતા કચ્છના ઊંટ માલધારીઓને મદદ કરવાની ભાવના સાથે પોતાના સહઅધિકારીઓને પ્રેરિત કરીને પગારની રકમમાંથી ડોનેશન એકત્ર કરી વિચારતા માલધારીઓને મદદ કરવા પહેલ કરી હતી. આ ઉપરાંત સુખપર ખાતે ડેરી પ્લાન્ટથી ઊંટનું દૂધ ખરીદીને તેની વિવિધ પ્રોડક્ટ દેશ-વિદેશમાં વેચાણ કરતી આદ્રવિક ફુડ લિમિટેડના ડાયરેક્ટર હિતેશભાઈ રાઠી અને તેમના સ્ટાફ તરફથી પણ રાશન કીટ અને અનાજ પહોંચાડવા માટે આર્થિક મદદ કરવામાં આવી હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ સહજીવનના મહેન્દ્ર ભાનાણી, જબ્બાર સમા, મહેશ ગરવા વગેરે દ્વારા પૂર્વ અને પશ્ચિમ કચ્છના પશ્ચિમ કચ્છના વિવિધ સીમાડાઓમાં જઈને માલધારી પરિવારોને શોધી તેમના સુધી પંદર દિવસ ચાલે તેટલું રાશન અને માસ્ક વગેરેની મદદ પહોંચતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો