રસીકરણ:‘શૂન્ય રસીકરણ’ વાળા ભોજરડો, જૂણામાં 70 લોકોએ ડોઝ મુકાવ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 દિ’માં જ દુર્ગમ વિસ્તારના 1296 લોકોએ વેકસીન લીધી

ભુજ તાલુકાના બન્ની અને પચ્છમ વિસ્તારમાં રસીકરણનો વ્યાપ સાવ ઓછો હોવાથી તંત્ર દ્વારા તાલુકા પંચાયતને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.જેથી ગામે ગામ રસીકરણના પ્રચાર અને જાગૃતિ થકી સરહદી વિસ્તારમાં પણ લોકો રસી મૂકાવવા માટે આગળ આવી રહ્યા છે ખાસ તો અત્યારસુધી જે ગામોમાં શૂન્ય રસીકરણ હતું તેવા ગામોમાં પણ સ્થાનિકો કોરોના વિરોધી રસી મૂકાવવા માટે આગળ આવી રહ્યા છે.શુક્રવારે મહા ઝુંબેશ દરમિયાન આ વિસ્તારમાં ભોજરડો અને જૂણા ગામના લોકોએ પ્રથમ વખત કોરોના વેકસીન મુકાવી હતી.

ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેશ રાઠોડે જણાવ્યું કે,બન્ની વિસ્તારમાં શૂન્ય રસીકરણ ધરાવતા ભોજરડો ગામમાં 30 અને જૂણા ગામમાં 40 લોકોએ પ્રથમવાર રસી લઈ રસીકરણની શરુઆત કરી છે આ ઉપરાંત આ વિસ્તારમાં ધ્રોબાણા,હુશેનીવાંઢ, કોટડા,ઉગમણી બન્ની, હોડકો, દીનારા, કુરન, ધોરાવર,કોટડા ખાવડા સહિતના ગામોમાં તેઓએ રૂબરૂ પ્રવાસ કરી સ્થાનિકોને રસી લેવા સમજુત કર્યા હતા જે પ્રયાસો થકી એક જ દિવસમાં આ વિસ્તારમાં 839 લોકોએ પ્રથમ ડોઝ અને 457 લોકોએ બીજા ડોઝની રસી મળી કુલ 1296 લોકોએ વેકસીન મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...