તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજના રાવલવાડી પોસ્ટ ઓફિસના 8.25 કરોડના કૌભાંડ વચ્ચે વધુ એક ફોજદારી નોંધાય તેવી શક્યતા સેવાઇ રહી છે. આ કૌભાંડના પગલે મુખ્ય ભેજાબાજ સચિન ઠક્કરે રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નરનું પદ ગુમાવ્યું છે.
નાણાકીય ગોબાચારી મુદ્દે વિજિલન્સ ટીમ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે વધુ એક ફોજદારી નોંધાય તેવી શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સચિન શંકરલાલ ઠક્કર રોટરી ક્લબ, લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલો છે. વર્તમાનમાં તે રોટરીના આસિસ્ટન્ટ ગવર્નર તરીકે કાર્યરત હતો પરંતુ ટપાલ વિભાગનું કૌભાંડ બહાર આવતાં તે પદ તેની પાસેથી આંચકી લેવાયો છે. સૂત્રોનું માનીએ તો 20મીએ ભુજ આવતા રોટરીના ગવર્નરની બેઠકમાં સચિન ઠક્કરની રોટરીના સભ્યપદમાંથી પણ હકાલપટ્ટી કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
આસિસ્ટન્ટ ગવર્નરનો ચાર્જ અન્યને સોંપાયો
આ અંગે રોટરીના ગવર્નર રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, સચિન ઠક્કરનું ટપાલ વિભાગમાં કૌભાંડ નામ ખુલ્યા બાદ તેઅ મારા સંપર્કમાં નથી અને તેની પાસેથી આસિસ્ટન્ટ ગવર્નરનો પદ લઇ મુન્દ્રાના અતુલ પંડ્યાને અપાયો છે. જો કે, તેને રોટરીના સભ્યપદેથી દુર કરવાની સત્તા પ્રમુખને છે.
લાયન્સ ક્લબ પણ જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેશે
લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર ભરત મહેતાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, સચિન ઠક્કરને સભ્યપદેથી દુર કરવા મુ્દે હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયો પરંતુ જનરલ બોર્ડની બેઠક મળશે, તેમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે.
પ્રજ્ઞા ઠક્કર આગોતરા માટે અદાલતમાં
રાવલવાડી પોસ્ટ ઓફિસના એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે ધરપકડ થાય તે પહેલા આગોતરા જામીન મેળવવા ભુજની કોર્ટમાં અરજી કરી છે. સરકારી વકીલ એચ.બી. જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આગોતરા માટે દાખલ થયેલી અરજીમાં મુદત પડી છે અને બુધવારે તેની સુનાવણી હાથ ધરાશે.
સચિને ખેરાત કરેલા મોંઘાદાટ ફોન લોકોએ પરત કર્યા
પોસ્ટ ઓફિસના કૌભાંડી સચિન ઠક્કરે લોકો અને સરકારી નાણાની ઉચાપત કરી વેપારીઓ, વિવિધ સંસ્થાઓના મોવડીઓને મોઘાદાટ આઇ ફોનની ખેરાત કરી હતી. જો કે, સચિનનું કૌભાંડ બહાર આવ્યા બાદ ડર યા તો શરમના માર્યા લોકોએ આઇફોન પરત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.