માંગ:ભચાઉની સૌથી જૂની ઉ.મા. શાળાનો વહીવટ સરકારને સોંપો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉની સાૈથી જૂની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા હાલે ટ્રસ્ટ હસ્તક ચલાવાઇ રહી છે જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી થાય છે તેવો આક્ષેપ કરતાં શહેર કોંગ્રેસના ઉપપ્રમુખે શાળાનો વહીવટ પુન: સરકારને સોંપવા માગ કરી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળામાં અમુક જાતિ અને ધર્મના બાળકોને પ્રવેશ અપાતો નથી તેમજ વાલીઓ માટે પણ કેટલીક આકરી શરતો મુકાય છે. આ સંજોગોમાં શાળાનો વહીવટ ફરી સરકાર હસ્તક ચલાવાય તેવી માગ એમ. આર. રાઠોડે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...