ફરિયાદ:ભચાઉના વકીલે પત્ની સાથે મળીને અંજારના શિક્ષકના મકાનના ખોટા દસ્તાવેજ બનાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલાત સાથે ઉછીના પૈસા આપતા વકીલ સામે શિક્ષકે ફરિયાદ નોંધાવી
  • ફરિયાદના આધારે અંજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ભચાઉના એડવોકેટ અને તેના પત્ની દ્વારા અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામના શિક્ષક નટવર અમૃતભાઈ દરજીના નામે ખોટુ પાવરનામું બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી તેમના મકાનનો કબ્જો લેવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી શિક્ષકે ભચાઉના આરોપી એડવોકેટ શામજી વેલજી દરજી અને તેના પત્ની કમળાબેન શામજી દરજી વિરુદ્ધ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર ફરિયાદીએ 2014માં અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે રૂ. 13 લાખમાં મકાન ખરીદ્યું હતું. આ મકાન ઉપર તેમણે ગાંધીધામની બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાંથી રૂ. 10 લાખની મોર્ટગેજ લોન લીધી હતી. તેના બાદ આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉભી થતા ભચાઉમાં વકીલાતના વ્યવસાયની સાથે ઉછીના રૂપિયા આપવાનું કામ કરતા શામજી દરજી પાસેથી તેમણે રૂ. 5 લાખ વ્યાજે ધિરાણ માટે લીધા હતા. જેનો પ્રથમ રૂ. 15 હજારનો હપ્તો ચૂકવી શિક્ષકે રૂ. 4 લાખ 85 હજાર મેળવ્યા હતા. આના હપ્તા તેમણે 2017ના જુલાઈ માસ સુધી ભર્યા હતા.

ત્યારબાદ 2018માં આરોપી વકીલ દ્વારા ફરિયાદીની બેંકના સહી કરેલા ચેક, પાસપોર્ટ અને પાન કાર્ડના આધારે ફરિયાદી નટવરભાઈ દરજીના નામે ખોટું પાવરનામું બનાવી તેનો સાચા પાવરનામા તરીકે ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી ફરિયાદી પાસેના મકાનનો કબ્જો લેવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી શિક્ષકે ભચાઉના આરોપી એડવોકેટ શામજી વેલજી દરજી અને તેના પત્ની કમળાબેન શામજી દરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે અંજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...