તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભચાઉ પોલીસે વોન્ધ ધોરીમાર્ગ પરથી ચોરઉ રેલિંગ સાથે બે શખ્સો ઝડપાયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી-ગાંધીધામ હાઈવે પર થયેલી રેલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોન્ધ ગામ ખાતે આવેલા કૈલાસ મારવાડીના ભંગારના વાડામાંથી લોખંડની ચોરાઉ PGR રેલિંગ મીટર સાથે ભચાઉ પોલીસે બે શખ્સોને ઝડપી ચોરીનો ભેદ ઉકેલવા સફળતા મેળવી હતી.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પૂર્વે સામખીયાળી ગાંધીધામ ધોરીમાર્ગ પરથી રૂ. 5 લાખની કિંમત ધરાવતી લોખંડની PGR રેલિંગ મીટર ચોરી થયાની પોલીસ ફરિયાદ એલ.એન્ડ ટી. કંપનીના રૂટ મેનેજર શૈલેશ રામીએ નોંધાવી હતી.

પોલીસે પૂર્વ બાતમીના આધારે ભચાઉ નજીકના વોન્ધ ગામ ખાતે આવેલા ભંગારના વાડામાંથી રૂ. 2.19 લાખની ચોરાઉ રેલિંગ મીટર સાથે ભચાઉ મદીના નગરમાં રહેતા સિકંદર ઇસ્માઇલ કુંભાર અને મૂળ મધ્યપ્રદેશના હાલે વોન્ધ ખાતે રહેતા કૈલાસ મનસી ખારોલને રૂ. 4.74 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયાનું પીએસઆઇ કરંજીયાએ જણાવ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...