તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભચાઊ-ગાંધીધામ ધોરીમાર્ગ પરના વર્ષાણા પાસે ટ્રક અડફેટે અજાણ્યા યુવકનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્વસ્થ લાગતા યુવકનું ટ્રકના વ્હીલ નીચે આવી જતા મૃત્યુ

ગાંધીધામ સામખીયાળી ધોરીમાર્ગ છ માર્ગીય હોવા છતાં છાસવારે અકસ્માતના બનાવો બનતા રહે છે. તેમાં ગત રાત્રે પણ એક દુર્ઘટનામાં એક વ્યક્તિએ ટ્રક નીચે ચગદાઈ જવાથી પોતાના પ્રાણ ગુમાવ્યા હોવાનો બનાવ ભચાઉ પોલીસ દફતરે ચડવા પામ્યો છે.

ભચાઉ પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ ગંધીધામ વચ્ચેના ધોરીમાર્ગ પર વર્ષાણા ઓવરબ્રિજ નીચે માનસિક અસ્વસ્થ લાગતા એક અજાણ્યા ઇસમનું ટ્રક ન. જીજે 14 x 7154ના પાછળના જોટામાં આવી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. એક તબક્કે અકસ્માત બાદ નાશી ગયેલો ટ્રક ચાલક બાદમાં સામેથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. ભચાઉ પોલીસે ફરિયાદી વિજય સંતોષભાઈ વિશ્વાની ફરિયાદ આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...