ભુજમાં બે દિવસ અગાઉ વાણિયાવાડ જેવા ભરચક વિસ્તારમાં નોવેલ્ટી સ્ટુડિયોમાં દસ લાખથી વધુના માલની તસ્કરી થઈ. ચોરી કરનારે રેકી કરી હોય એવી શક્યતા છે, ત્યારે સાવધાન અને જાગૃત રહેવું પડે. ભુજમાં સોમવારે સવારે ઉપલીપાળ માર્ગ પર એક માલવાહક છકડો આવે છે, પંદરથી સત્તર વર્ષની વયના બે છોકરા સ્પીકર લગાવી સસ્તા ભાવે ચાદર વેંચવા ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે.
દોઢસો રૂપિયાની એક ચાદર, અને પાંચ સાથે લ્યો તો પાંચસો રૂપિયા !! આજે જ્યારે સો રૂપિયામાં નેપકીન નથી મળતો, તો ચાદર શા માટે આટલી સસ્તી હોય એ મુદ્દો કેટલાક જાગૃત નાગરિકોએ શંકા દર્શાવતા કહ્યું હતું કે જે વાહનમાં માલ ખડકાયો હતો, તે સુરત પાસિંગ હતું.
છોકરાઓ પણ ઉંમરમાં નાના હતા જે કદાચ પોલીસ પકડે તો પણ શું પગલાં લે. શહેરમાં કોલોની અને કોટ અંદર ફરતા એવા અનેક પ્રકારના વેચાણકર્તા અડધોથી પોણો કલાક જ હોય છે. શક્ય છે, કે આવા બાળકો પાસેથી પણ રેકી કરાવાતી હોય. જો વાસ્તવમાં આ લોકો ફેરિયા હોય તો પણ પોલીસે પૂછતાછ કરી અતિશય સસ્તા માલ વિશે પૂછતાછ કરી શંકાનું નિવારણ કરવું જોઇએ તેવું આ જાગૃતો કહી રહ્યા છે. પોલીસ પૂછતાછ કરે તો ક્યારેક મોટી ગેંગ સુધી પહોંચી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.