હાલાકી:કાઢવાંઢ-ખડીર રણમાર્ગે કામ વચ્ચે વાહન વ્યવહાર પણ ચાલુ રહેતા હાલત બની બદતર

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાવડા-ખડીર રણમાર્ગની હાલત હાલે દયનીય છે અને એકબાજુ આ માર્ગનું  કામ ચાલુ અને વાહન વ્યવહાર પણ શરૂ થઇ ગયો. - Divya Bhaskar
ખાવડા-ખડીર રણમાર્ગની હાલત હાલે દયનીય છે અને એકબાજુ આ માર્ગનું કામ ચાલુ અને વાહન વ્યવહાર પણ શરૂ થઇ ગયો.
  • જો કે ઊંચાઈ વધારવા​​​​​​​ પથરાતી મેટલના કારણે રસ્તો વાહન ચલાવવા બંધ કરાયો: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ

કાઢવાંઢ અને ધોળાવીરા વચ્ચે ચાલતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના અંદાજે ત્રીસ કિલોમીટર જેટલા માર્ગનું કામ પ્રગતિમાં છે. તેની વચ્ચે નાના મોટા વાહનો આ રસ્તાનો ઉપયોગ કરતા થયા. તો પ્રવાસીઓ પણ અહીંથી પસાર થતાં માટીકામ થયેલા આ માર્ગને ક્ષતિ પહોંચી છે. જીપ અને કાર જેવા વાહનો પસાર થતા કાચા રસ્તામાં ખાડા પડી ગયા છે. તો સ્થાનિકે જાણવા મળ્યા મુજબ કામ પણ ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું છે. આ રસ્તાના વિસ્તૃતિકરણના કામમાં 30 કિલોમીટર સુધી મેટલ પાથરવાનું કામ ચાલી રહ્યું છે.

જેમાં હાલ સાતથી આઠ કિલોમીટર જેટલા માર્ગનું વર્ક ઈન પ્રોગ્રેસ બતાવી વાહન રોકવામાં આવે છે. તંગડીબેટ પાસે જે માટી નાખેલી છે, તે રજ થઈને ઉડી જતા મોટા મોટા ખાડા પડી ગયા છે. પ્રવાસી એક વખત ત્યાંથી પસાર થાય તો ફરીથી આવે નહીં. આ રોડ પ્રવાસીઓ માટે યોગ્ય રાખવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં અમલવારી નથી કરાતી તેવો આક્ષેપ કરાયો હતો. ઠેકેદાર દ્વારા ઇરાદાપૂર્વક કામમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પ્રતિનિધિ કે ખાતાકીય અધિકારીઓ અહી ન આવે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે.

જો કે, આ બધા અક્ષેપોનું ખંડન કરતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના મદદનીશ ઈજનેર બી.એચ.બલદાનીયાએ જણાવ્યું કે, માટીકામ પૂર્ણ થયું ત્યારે લોકો માટે વાહન ચલાવવુ સરળ રહેતા મોટી સંખ્યામાં લોકો પસાર થવા માંડ્યા. કલેકટર વીઝિટ પર આવ્યા ત્યારે પણ જણાવ્યું હતું, કે કામમાં ઝડપ આવે તેવું આયોજન કરો. અત્યારે મેટલીંગનું કામ ચાલુ છે. માટે હિટાચી જેવા મશીનના બકેટ દસ મીટરના વ્યાસમાં કામ કરતું હોય. તો રસ્તો બંધ કરવો જ પડે. માટે બંધ કર્યો છે. મેટલ પર વાહન ચલાવી ન શકાય માટે ફરિયાદ ઉઠી હોય.

અન્ય સમાચારો પણ છે...