તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:દેશલપર (કંઠી)ના સબ સ્ટેશનથી 7 ગામના 1350 વીજ ગ્રાહકોને ફાયદો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 478.19 લાખના ખર્ચે 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

રૂ. 478.19 લાખના ખર્ચે નિર્માણ પામેલા 66 કે.વી. દેશલપર(કંઠી) સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.કચ્છમાં હાલ કુલ 145 સબ-સ્ટેશન્સ કાર્યરત છે. દેશલપરના લોકાર્પણ પછી કચ્છમાં 66 કે.વી. વર્ગના સબ-સ્ટેશનની સંખ્યા 128 થઇ ગઈ છે. જે થકી મુન્દ્રા તાલુકાના દેશલપર, રામાણીયા, ડેપા, બેરાજા, નાની તુંબડી, મોટી તુંબડી, મોટી ખાખર મળીને કુલ 7 ગામોના વિજ ગ્રાહકોને પૂરતા વિજ દબાણથી સાતત્યપૂર્વક વિજ પૂરવઠો પૂરો પાડી શકાશે અને 4 એ.જી. ફિડર તેમજ 1 જ્યોતિગ્રામ ફિડર થકી વીજ દબાણની સમસ્યાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે.

લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મુન્દ્રા વિસ્તારમાં હાલ ૨૫ સબ સ્ટેશન કાર્યરત છે અને આગામી ટુંક સમયમાં ૫ નવા સબ સ્ટેશન નિર્માણ પામશે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ગરવાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ સબ-સ્ટેશન કાર્યરત થતાં આ વિસ્તારમાં 7 ખેતીવાડી, રહેઠાણ અને ઉદ્યોગોમાં અંદાજે 1350થી વધુ વીજગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પૂરવઠો મળી રહેશે. કાર્યક્રમમાં ધારાસભ્યો સહિતના પદાધિકારીઅો, મોભી, સરચંચો, અાગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...