માંગ:આત્મનિર્ભર યોજનાનો વકીલોને લાભ આપો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વકીલનો વ્યવસાય કરતા અરજદારોને આત્મનિર્ભર સહાય યોજનાનો લાભ આપવા સહકારી બેંક અને કો-ઓપરેટિવ બેંકના ચેરમેનને ગાંધીનગર સહકારી મંડળીની કચેરીએથી આદેશ થયો છે. લાંબા સમયથી કોર્ટ બંધ રહેતા ધારાશાસ્ત્રીઓની હાલત કફોડી બની હતી અને અમુક એવા કિસ્સા પણ સામે આવ્યા હતા જેમાં વકીલોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે ગાંધીનગરની સહકારી મંડળીની ઓફિસમાંથી રાજ્યની તમામ સહકારી બેંક અને કોપરેટીવ બેંક ના ચેરમેન તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આદેશ કરાયો હતો કે એક લાખ સુધી વગર તારણવાળી લોન અને અઢી લાખ સુધીની તારણવાળી લોનમાં વકીલ વ્યવસાય કરતા અરજદારોને આનો લાભ આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...