તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:ઘડુલી-સાંતલપુર માર્ગનું કામ બંધ થવા મુદ્દે પડદા પાછળની મેલી રમત

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્થળની મુલાકાતે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ - Divya Bhaskar
સ્થળની મુલાકાતે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ
 • ધોરીમાર્ગના કામમાં અડચણ જરા પણ શાંખી નહીં લેવાય : કોંગ્રેસ

ઘડુલી-સાંતલપુર ધોરીમાર્ગનું કામ ફરી વિવાદમાં પડવાની સાથે બંધ કરાતાં કોંગ્રેસના મોવડીઓએ સ્થાનિક પરિસ્થિતિ ચકાસી સત્વરે કામ શરૂ કરવા માંગ કરી છે. સ્થાનિક પરિસ્થિતિ મુજબ આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં ગુલાબી ધોમડાના ઇંડા નજરે પડ્યા હતા. વન વિભાગ, પક્ષીવિદોના મતે ગુલાબી ધોમડાએ ઇંડા મુક્યા બાદ 15થી 20 દિવસમાં બચ્ચાં ઇંડામાંથી બહાર નીકળી ઉડવા લાગે છે. ત્યારબાદ આ વિસ્તારમાં રોડનું કામ આસાનીથી કરી શકાય તેમ છે.

પૂર્વ ધારાસભ્ય મહેશ ઠક્કરે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતુ઼ કે, ઘણા કિસ્સામાં ઠેકેદારો, પેટા ઠેકદારો વચ્ચે મતભેદ, ચુકવણામાં વિલંબ કે અન્ય કોઇ કારણોસર કામ બંધ રહેતું હોય છે પરંતુ આ પ્રકરણમાં પડદા પાછળ રમત રમાઇ રહી છે. ખાવડાથી હાજીપીર તરફનો રસ્તો સરકારે સફેદ રણ માટે પૂર્ણ કર્યો છે પરંતુ સાંતલપુરથી લખપત સુધી ઠેર-ઠેર અધુરાશો છે. કોઇ એક એજન્સીને કામ સોંપ્યા વિના અલગ-અલગ ઠેકેદારોને અપાય તો કામમાં ઝડપ આવે તેમ છે.

આ માર્ગ માત્ર કચ્છ નહીં પરંતુ દેશના લોકોની સુખાકારીને જોડતો બહુ પ્રકલ્પ પ્રોજેક્ટ છે, જેથી તાત્કાલિક પૂર્ણ કરાય તેવી માંગ કોંગી અગ્રણીઓએ કરી છે. આ તકે આદમ ચાકી, નવલસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી, મહામંત્રી રમેશ ગરવા વગેરે હાજર રહ્યા હતા.

વન વિભાગની પરવાનગી બાદ કામમાં ગતિ આવશે
કોંગી અગ્રણીઓના કહેવા મુજબ રાષ્ટ્રીય માર્ગ યોજનાના ઇજનેર સુરેશ મુરઝાણીએ જણાવ્યું હતું કે, વન વિભાગની પરવાનગી બાદ આગામી દિવસોમાં માર્ગના કામમાં ઝડપ આવશે અને ચોમાસા પહેલા ધોળાવીરાથી ખાવડા તરફ શરૂ થયેલું કામ અને ખાવડાથી ધોળાવીરા સુધી માટીકામ પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો