સ્થાનિક અર્થતંત્ર પર કોરોનાનો ઓછાયો:સ્વૈચ્છિક લોકડાઉન પૂર્વે શહેરની બજારોમાં સંક્રમણના ભયરૂપી મંદી ડોકાઇ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શરાફ બજાર તરફ જતો રીંગ રોડ - Divya Bhaskar
શરાફ બજાર તરફ જતો રીંગ રોડ

ગત વર્ષે આ જ સમયમાં કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોક ડાઉન જાહેર કરતા દેશભરમાં વેપાર-ધંધા ધ્વસ્ત થઈ ગયા હતા. નાની દુકાનોથી કરીને મોટા ઉદ્યોગગૃહો બંધ હતા. જેની અસર મોટા શહેરો ઉપરાંત નાના ગામડાઓ સુધ્ધાં પડી હતી. દિવાળી આસપાસ માંડ ગાડી પાટે ચડી હતી, તેની વચ્ચે ગત મહિનાથી ફરીથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કેસની સંખ્યા દરરોજ વધે છે.

અનમ રીંગ રોડ
અનમ રીંગ રોડ
છઠ્ઠીબારી રીંગ રોડ
છઠ્ઠીબારી રીંગ રોડ

લોકોમાં ફરી ગભરાટ ફેલાયો છે. ગત વર્ષની આર્થિક મંદીની અસર બજારમાં જાણે કે, હવે દેખાતી હોય તેમ સૂમસામ રસ્તા ભાસતા હતા. ગુરુવાર રાત્રિથી સોમવાર સવાર સુધી ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન થશે તો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થાશે. સંક્રમણ રોકવા માટે આવા પગલા ભરવા જરૂરી બન્યા છે પરંતુ નાના વેપારીઓ અને રોજિંદુ કમાઇને ખાનાર લોકો માટે આર્થિક વ્યવહાર ખોરવાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...