શરાબની માંગ વધી:તહેવારો-રજાઓ પૂર્વે પ્યાસીઓ દારૂનો જુગાડ કરવામાં જોતરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શરાબ-બિયરનો વેપલો કરતા પંટરીયાઓ પણ દિવાળી ટાણે સક્રીય થયા
  • દારૂના પોઇન્ટો બંધ પણ બહારથી જથ્થો મંગાવી બુટલેગરો વેંચતા થયા

પશ્ચિમ કચ્છમાં અગાઉ શરાબના પોઇન્ટ ચાલતા હતા પણ છેલ્લા થોડા મહિનાઅોથી કડક અેસ.પી.ના શાસન દરમિયાન શરાબનો વેપલો બંધ થયો છે. દિવાળીના તહેવાર અને રજાના દિવસોમાં શરાબની મહેફીલ માણવા માટે પ્યાસીઅો અત્યારથી જ શરાબનો કોટો અેકત્ર કરવા માટે જોતરાયા છે. રજાના દિવસોમાં શરાબની માંગ વધી જાય છે ત્યારે પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પ્યાસીઅો શરાબ-બિયરનો જુગાડ કરવા માટે સક્રિય થઇ ગયા છે.

અગાઉ દિવાળી અને મોટા તહેવાર ટાણે શરાબની ગાડીઅો બુટલેગર ઉતારતા હતા પણ હાલ કાયદો કડક બન્યો હોવાથી થોડો થોડો માલ બહારથી મંગાવી વેંચતા હોય છે. લાંબા સમયથી ભુજ રેલવે સ્ટેશને અાવતી ટ્રેનોમાં શરાબનો જથ્થો અાવતો હતો પણ છેલ્લા થોડા દિવસોથી અે પણ બંધ છે. શહેરના ગણેશનગર, કેમ્પ અેરીયા, સહયોગ નગર સહિતના વિસ્તારોમાં સક્રીય બુટલેગરો અને તેમના પંટરીયા પોતાના અંગત ગ્રાહકોને સાચવવા માટે દારૂનો જથ્થો મંગાવી પહોંચતો કર્યો છે.

તહેવાર ટાણે પીધેલા પણ અનેક પકડાય છે
રજાના દિવસોમાં પોલીસ તરફથી ખાસ પેટ્રોલિંગ કરાતું હોય છે, ગત વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીની ખાસ ઉજવણી થઇ શકી ન હતી. જો કે અા વર્ષે દિવાળી જેવો માહોલ જામ્યો છે અને પોલીસની પેટ્રોલિંગ પણ રાઉન્ડ ધ કલોક થઇ રહી છે. પ્યાસીઅો દારૂના નશામાં બહાર નીકળ્યા બાદ પોલીસના હાથે પકડાતા હોય છે ત્યારે અા વર્ષે તહેવારોમાં કેફી પીણુ પીધેલી હાલતમાં પકડાતા લોકોની સંખ્યામાં વધારો થશે.

યુવતિઅો પણ શરાબના રવાડે ચડી
યુવા વર્ગ શરાબના રવાડે હોય છે પણ મેટ્રો સિટીને જેમ હવે કચ્છની યુવતિઅો પણ શરાબના રવાડે ચડી છે. રાજસ્થાનની બોર્ડર પરથી કચ્છમાં અાવતી વેળાઅે ચેકિંગ કરાય છે પણ મોટાભાગે મહિલાઅોને ચેકિંગ કરાતુ નથી. અામ, મહિલાઅો અાબુ અને રાજસ્થાન જતી વેળાઅે પોતાની સાથે શરાબની બોટલો લઇ અાવતી હોય છે. ભુજની અમુક યુવતિઅો પણ શરાબના રવાડે ચડી ગઇ છે જે ખેદજનક વાત કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...