અવનવું:ભૂકંપ પહેલા ખડીરના ડુંગરે હતો તોતીંગ બોકડગડો પથ્થર !

કકરવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરતીકંપ બાદ ખીણમાં પડી ગયેલી વિશાળ શિલા આજે પ્રવાસીઓ માટે બની છે આકર્ષણનું કેન્દ્ર
  • પથ્થર ઉત્તરની ઊંડી ખાઇમાં પડવાના બદલે દક્ષિણમાં ખાબકતા રણદ્વિપના લોકો બે દાયકા પછી પણ અચંબામાં: એડવેન્ચરપ્રેમીઓ માટે બન્યું પસંદગીનું સ્થળ

રણદ્રીપ ખડીર કુદરતનો કરિશ્મા છે. અહીં ધોળાવીરા, ફોસીલ પાર્ક, છીપ્પર પોઇન્ટ, સફેદ રણ સહિતના સ્થળો તો છે, પણ ભૂકંપ પહેલા અહીં અેક ભીમશીલા જેને સ્થાનિક લોકો બોકડગડો કહે છે તેવો અેક વિશાળ પથ્થર ડુંગરની ધાર પર અાવેલો હતો. જે ભૂકંપમાં ખાઇમાં ખાબક્યા બાદ અાજે પણ અા સહીસલામત છે ! જો અા બોકડગડો ડુંગર પર હયાત હોત તો ખડીરના અન્ય પ્રવાસન સ્થળોની જેમ લોકોમાં પ્રિય બની શકે તેમ હતું.

અા બોકડગડો પથ્થર ભૂકંપ પહેલા ખડીરના સાંગવારી માતાજીના ધામથી સીધી લીટી અાવેલા ડુંગરના કિનારે હતો. અેકદમ ધાર હોવાના લીધે ભૂકંપમાં ખીણમાં પડી ગયો હતો. જેના પગલે ખડીરની અા ભાૈગોલિક અોળખ ભૂંસાઇ ગઇ હતી. પણ અા સ્થળની 1996 સાલની તસવીરો મળી અાવી છે.

મુળ રતનપરના અને અંજાર અાહિર બોર્ડિંગના પૂર્વ ગૃહપતિ હીરાલાલભાઇ ભુરાભાઇ ચાવડાઅે 1996માં પોતાના પ્રવાસ દરમિયાન અા બોકડગડાની તસવીરો લીધી હતી. ચોંકાવનારી વાત અે છે કે ભૂંકપમાં અા પથ્થરની શિલા ડુંગરની રણ તરફ ઊંડી ખીણના બદલે દક્ષિણ દિશામાં પડી હતી. અા પથ્થર અેક ટ્રક જેવો મોટો હતો. અા પથ્થર અેટલી ધાર પર હતો કે તેના પર ચડતા લોકોને રીતસર ડર લાગતો હતો.

અા પથ્થરની અાજની સ્થિતિ જણવા ભાસ્કરે તપાસ અાદરી. રતનપરથી ગ્રામ પંચાયતના સભ્ય નારણ રબારીઅે જણાવ્યું હતું કે બોકડગડો હાલ દક્ષિણ દિશામાં 200 ફુટ નીચે નદીની ખીણમાં છે ! અા જગ્યાઅે પહોંચવા માટે રતનપરથી સાંગવારી માતાજી સુધી તો ડામર માર્ગ છે.

પણ બોકડગડાની બાજુમાં અાવેલા અાલમટોક નામના ખડીરની સાૈથી ઊંચી જગ્યા અાવેલી છે. રતનપર-ગણેશપરના યુવાનોઅે અા સ્થળ સુધી જવા કાચો માર્ગ બનાવ્યો છે. ત્યાં ટ્રેક્ટર અને ટુવ્હીલર દ્વારા પહોંચી શકાય છે. અહીં ટોચ પર દાદા હાડીભડંગની ધાર્મિક જગ્યા અાવેલી છે. ધાર્મિક અને અેડવેન્ચર પ્રવાસનના શોખીનો અહીં અાવતા હોય છે. વચ્ચે ખડીરના સંગીતના અવાજ ધરાવતા પથ્થરો અાવે છે. અમરાપર પાસે અાવેલા છીપ્પર પોંઇટથી અા સ્થળ 15 કિમી પશ્ચિમમાં છે. ​​​​​​​

બકરાના લીધે શિલાનું નામ પડ્યું બોકગડો
​​​​​​​અા બોકડગડા વિશે અવી માન્યતા છે કે અહીં જંગલમાં અેક બકરો રહી ગયો. બાજુની વનસ્પતિમાંથી દિવસ ચારો ચરે અને રાત્રે અા ગડા પર ચડી ગયો. અા પથ્થર પર કોઇ માસાહારી પ્રાણી ચડી શકે તેમ ન હતું. અાવી રીતે છ મહિના પસાર થઇ ગયા. જેના લીધે લોકોઅે પથ્થરનું નામ બોકડગડો (બોકડ અેટલે બકરો અને ગડો અેટલે મોટો પથ્થર) નામ પડ્યું. આમ આ નામ આજે પણ લોકમુખે પ્રચલીત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...