રજૂઆત:કચ્છ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે સીએમ સમક્ષ ધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી માંથી યાદી ન મોકલાયાનો આક્ષેપ
  • કાયમી બનવાનું સ્વપ્ન રોળાઈ જવાની ભીતિ

રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે શૈક્ષણિક વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પ્રત્યે સુંવાળી નીતિ દાખવીને હંગામી કર્મચારીઓને કાયમી કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.આ માટે કચ્છ સહિત રાજ્યમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની યાદી મંગાવવામાં આવી હતી.

જેનાથી કચ્છ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓમાં નવી આશા બંધાઈ હતી. પરંતુ યુનિવર્સિટીના વર્તમાન સત્તાધિશો દ્વારા નોન ટિચીંગ કર્મચારીઓ સામે પૂર્વગ્રહ રાખીને તેઓની યાદી નિયત સમયમાં સરકારમાં રજૂ કરવામાં ન આવતા તેઓ કાયમી બને તેવું સ્વપ્ન રોળાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. દરમિયાન યુનિવર્સિટી દ્વારા સરકારના નિયમોનો ભંગ કરીને કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાના પણ આક્ષેપ ઉઠવા પામ્યા છે.

આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયાને ઘોંચમાં નાખીને તેઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કર્મચારીઓ દ્વારા કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...