બદલી:દિવાળી પૂર્વે રાપર,લખપત,નખત્રાણા અને ગાંધીધામ સહિત 6 મામલતદાર બદલાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છનાં 13 નાયબ મામલતદારને મામલતદાર તરીકે અપાયું પ્રમોશન, મુન્દ્રામાં નવા અધિકારી

દિવાળી પહેલા જ રાજ્યના મહેસુલ વિભાગમાં બદલી અને બઢતીનો ગંજીપો ચિપાયો છે,જેમાં કચ્છમાં પણ રાપર,લખપત,નખત્રાણા અને ગાંધીધામ તેમજ કલેકટર કચેરીની શાખાના મામલતદાર બદલાયા છે આ ખાલી જગ્યાઓ પર નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કચ્છનાં 13 સહિત 118 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમજ 155 મામલતદારની બદલી કરવામાં આવી છે. બદલીના હુકમ મુજબ,રાપર મામલતદાર એચ.જી.પ્રજાપતિની પાટણ કલેકટર કચેરીમાં જનસંપર્ક અધિકારી,લખપત મામલતદાર કે.એન.સોલંકીની બનાસકાંઠા કલેકટર કચેરીમાં હક્કપત્રક મામલતદાર,નખત્રાણા મામલતદાર વી.કે.સોલંકીની બનાસકાંઠામાં ડિઝાસ્ટર મામલતદાર, ગાંધીધામ મામલતદાર ચિરાગ હિરવાણિયાની પાટણના શંખેશ્વરમાં મામલતદાર,ભુજ કલેકટર કચેરીના હક્કપત્રક મામલતદાર રાહુલ ખાંભરાની ઉના મામલતદાર જ્યારે ભુજમાં ચૂંટણી મામલતદાર સી.આર.નિમાવતને મુન્દ્રા મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. તો નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં કચ્છનાં મહેન્દ્રકુમાર સી.પટેલને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર,નીતિન સી.પાલને પાટણના ચાણસ્માના મામલતદાર,મીનાક્ષી એસ.રાઠીને કલેકટર કચેરીમાં ચૂંટણી મામલતદાર,નાનજી એસ.ભાટીને હળવદ મામલતદાર,યશોધર જોશીને અમરેલી ગ્રામ્ય મામલતદાર,દશરથસિંહ સી.જાડેજાને પોરબંદરમાં ડિઝાસ્ટર મામલતદાર,ભરતકુમાર એન.કંદોઈને ગાંધીનગર રેરા મામલતદાર,મેહુલકુમાર ડાભાણીને ગાંધીધામ મામલતદાર,મહેશકુમાર કટીરાને જામનગરના કાલાવડમાં મામલતદાર,અનિલ ત્રિવેદીને કલેકટર કચેરીમાં ઇનામ નાબુદી મામલતદાર,દયારામભાઈ પરમારને જામનગરના જોડિયામાં મામલતદાર,જોગસિંહ એન.દરબારને લખપત મામલતદાર,વશરામભાઈ દેસાઈને પોરબંદરમાં કુતીયાણા મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

ભુજ શહેરમાં અંતે કાયમી મામલતદાર નિમાયા
ભુજ શહેર મામલતદાર તરીકે નવી જગ્યા ઉભી કરવામાં આવી છે.જોકે હાલમાં અહીં કાયમી અધિકારી નથી.ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિને ભુજ શહેર મામલતદાર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા કરાયેલી નાયબ મામલતદારની બઢતીમાં અમરેલીના નાયબ મામલતદાર પ્રમોદકુમાર સી.પરમારને ભુજ શહેર મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે
જેથી આ ખાલી જગ્યા ભરાઈ ગઈ છે.

રાપરમાં છબરડો : બે મામલતદાર નિમાયા !
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ હુકમમાં રાપર મામલતદારની નિમણુંકમાં મોટો છબરડો સામે આવ્યો છે.રાપરના મામલતદારની બદલી થતા તેઓના સ્થાને નવા 1 નહિ પણ 2 અધિકારી મુકવામાં આવ્યા છે જેમાં બનાસકાંઠા કલેકટર કચેરીના હક્કપત્રક મામલતદાર કેતન ચૌધરી અને સુરત કલેકટર કચેરીના ચીટનીશ કલ્પના ચૌધરીને રાપરના મામલતદાર તરીકે નિયુક્તિ અપાઈ છે.એક જ જગ્યા પર બે અધિકારીની વરણી થતા અનેકવિધ પ્રશ્નો સર્જાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...