ગૌરવ:બી.એડ. કોલેજોની 59 તાલીમાર્થી પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર સાથે મેળવ્યો ગોલ્ડ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈ.આઈ.ટી.ઈ.માં ભુજ ડાયટની છાત્રો ઝળકી

ગુજરાતની આઈ.આઈ.ટી.ઈ. અફીલીએટેડ 59 બી.એડ. કોલેજોમાંથી મહારાણી ગંગાબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજની બી.એડ.ની તાલીમાર્થીનીઓ તમામ 59 બી.એડ. કોલેજોની છાત્રાઅો અનુક્રમે પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જેમાં પ્રથમ ક્રમે મકવાણા ઝીલ, દ્વિતીય ક્રમે ચીખલિયા દિવ્યા અને તૃતીય ક્રમે સુમરા આરઝૂએ પ્રાપ્ત કર્યો છે.

તાલીમાર્થીનીઓએ સિદ્ધિ મેળવી સમગ્ર ભુજ ડાયટ અને કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે, જેથી વર્તમાન પ્રાચાર્ય સંજય ઠાકર, તત્કાલિન પ્રાચાર્યા દક્ષાબેન મહેતા, પી.એસ.ટી.ઈ. શાખાના વડા ડૉ. રીઝવાન રાજા, પ્રો. સુનીલ યાદવ, ડૉ. રંજનબેન પરમાર, પ્રો. જ્યોતિબેન સોરઠીયા, રાજેશ્વરીબેન ગોસ્વામી, ડૉ.મધુકાંત આચાર્યઅે ગાૈરવની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...