ટીમને તગેડી:વાયોરની ખાનગી કંપનીમાં રસીકરણ માટે ગયેલી બરંદાની ટીમને તગેડી મૂકાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્યાંક પાર કરવાની તાલુકા તાલુકા વચ્ચેની હરિફાઈ સામે અાવી
  • ​​​​​​​અબડાસામાં લખપત તાલુકાના અારોગ્ય કર્મચારીઅોને પ્રવેશબંધી

અબડાસાના વાયોર સ્થિત સાંઘી સિમેન્ટ કંપનીના કર્મચારીઅોને બીજા ડોઝ મહાઝુંબેશ હેઠળ કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપવા માટે લખપત તાલુકાના બરંદાની અારોગ્ય ટીમ ગઈ હતી. જેને અબડાસા પ્રાંત અધિકારીઅે અન્ય તાલુકાની અારોગ્ય ટીમ હોઈ તગેડી મૂકી હતી, જેથી લક્ષ્યાંક પાર કરવામાં બે તાલુકા વચ્ચે હરિફાઈ સામે અાવી હતી.

સાંઘી સિમેન્ટ કંપની અબડાસા અને લખપત તાલુકાની હદ વિસ્તારમાં અાવેલી છે. પરંતુ, વાયોર ગામ અબડાસા તાલુકામાં અાવે છે. જ્યારે બરંદા ગામ લખપત તાલુકામાં અાવે છે. અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતના ધ્યાનમાં લવાયું કે, સાંઘી સિમેન્ટ કંપનીમાં બરંદાની અારોગ્ય ટીમ રસીકરણ માટે ગઈ છે, જેથી તેમણે અારોગ્ય કર્મચારીઅોને તાત્કાલિક પરત જવા કહ્યું. સૂચનાનો અમલ ન થાય તો કડક કાર્યવાહી કરવા સુધી કહી દીધું. અામ, બરંદા અારોગ્ય ટીમને રસીકરણની કામગીરી અધવચ્ચે છોડીને જવું પડ્યું હતું.

અન્ય તાલુકાની હતી અેટલે જવા કહ્યું : પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતને ખરાઈ કરવા કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, વાયોર અબડાસા તાલુકામાં અાવે અને બરંદા લખપત તાલુકામાં અાવે છે, જેથી અન્ય તાલુકાની અારોગ્ય ટીમ હોઇ પરત જવા સૂચના અાપી હતી.

શું અાયોજન અને સંકલનનો અભાવ હશે ?
સૂત્રોઅે જણાવ્યું હતું કે, નાનાથી મોટા સરકારી કર્મચારીઅોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે લક્ષ્યાંક પાર કરવા ખૂબ જ દબાણ હતું. સાૈ કોઈ પોતપોતાને અપાયેલું લક્ષ્યાંક પાર કરવા મચી પડ્યા હતા. અેક તાલુકાના અારોગ્ય કર્મચારી ઘૂસીને લક્ષ્યાંક પાર કરે તો બીજા તાલુકાનું લક્ષ્યાંક પાર કેમ પડે. જોકે, અા કિસ્સામાં અાયોજન અને સંકલનનો અભાવ દેખાઈ અાવ્યો છે. અલબત્ત, લક્ષ્યાંક પાર કરવાની હરિફાઈ સિવાય બીજું કશું નથી.

અન્ય સમાચારો પણ છે...