• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Bar Associations Of Five Cities Of Kutch Get New Captains, Bhuj, Anjar, Gandhidham, Bhachau And Mundra Bar Association Election Results Announced

બાર એસોસિએશનની ચૂંટણી:કચ્છના પાંચ શહેરના વકીલ મંડળને નવા સુકાની મળ્યા, ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને મુન્દ્રામાં બાર એસોસિયેશનની ચૂંટણી સંપન્ન થતા પરિણામો જાહેર

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને મુન્દ્રામાં બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઇ હતી. મતદાન બાદ તુરંત હાથ ધરાયેલી મતગણતરીના અંતે વિજેતા ઉમેદવારોની જાહેરાત કરાઇ હતી. મુન્દ્રામાં ભારે રસાકસી બાદ નવા પ્રમુખની જાહેરાત કરાઇ હતી. ભુજમાં મોડે સુધી ચાલેલી મત ગણતરીના અંતે બાર એસોસિયેશનના નવા સુકાની કોણ થશે તેના રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં પણ ધારાશાસ્ત્રીઓના સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત થઇ હતી.

ગાંધીધામ બારના નવા પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા
ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણી માટે કોર્ટ બિલ્ડીંગ ખાતે સવારે 10.30થી 4 સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંદાજે 417 મતદારોમાં 372નું મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા પછી મત ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ જાડેજાને 190, વાઇસ પ્રેસિડેન્ટ દિપક ભાનુશાળી 201 અને વિશાલ કાનનને 174, મંત્રી ગીતાબેન જોશી 147, સહમંત્રી કરણસિંહ ઝાલા 234, અમિતકુમાર ચૌધરી 256તથા ખજાનચી તરીકે યોગેશ રામાણીને 151 મત મળતાં વિજેતા થયા હતા. ચૂંટણી અંગેની કામગીરીમાં સંજય બી. ચંદનાની અને મહાદેવભાઇ જોડાયા હતા.

ભુજમાં પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરી વિજેતા : પેનલનો પણ દબદબો
ભુજના બાર એસોસીએશનના વકીલોની ચુંટણીનો જંગ દિવસભર જામ્યો હતો. જેમાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપ્રમુખની પેટલના સભ્યો મેદાને ઉતર્યા હતા જેમાં પૂર્વ પ્રમુખની પેનલ વિજેતા બની હતી. 15 કારોબારી સમિતિના સભ્યો સહિત 21 બેઠક માટે શુક્રવારે સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ રસાકસીભરી ચુંટણીમાં પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરી અને પૂર્વ ઉપપ્રમુખ પટેલ કિશોરકુમાર મગનલાલની પેનલના સભ્યો વચ્ચે ટકકર જામી હતી. જેમાં પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરીની પેનલ વિજયતા બની હતી. 670 મતદારોમાંથી 593 લોકોએ મતદાન કર્યું હતું.

નવી કારોબારીમાં પ્રમુખ હેમસિંહ ચૌધરી, ઉપ્રમુખ વ્યાસ નેહલ નવિનચંદ્ર, મંત્રી જીજ્ઞેશભાઇ પ્રભુલાલ શર્મા, સહમંત્રી પુજારા અંકિત હરેશભાઇ, ખજાનચી ગોર સચિન મહેન્દ્રભાઇ, લાયબ્રેરી સેક્રેટરી ચાવડા સંદિપ ખેંગારભાઇ, તથા કારોબારી સભ્યોમાં અંતાણી હિતેન્દ્ર કિશોરચંદ્ર, ચાકી સલીમ સાલેમામદ, છાંગા માવજી દેવજી, ડોટ નિતાબેન વાઘજી, ગોર અમિત નવિનંચંદ્ર, ગોર ભક્તિબેન પ્રદ્યુમનભાઇ, ગુજરાતી ચંન્દ્રકાંત ચમનલાલ, લોંચા કેશવજીભાઇ ધનજીભાઇ, મહેશ્વરી લક્ષ્મણભાઇ દેવજીભાઇ, પુરોહિત જીતેન્દ્ર મોહનલાલ, રાજગોર આનંદ મુકેશભાઇ, રાણા ભગીરથસિંહ નાગભા, સોલંકી મીતાબેન કાનજીભાઇ, વેકરીયા વિનોદ નારાણભાઇ, ઝરીવાલા શકુરન અબ્દુલશકુરનો સમાવેશ થાય છે.

મુખ્ય ચુંટણી અધિકારી તરીકે જીતેન્દ્રભાઇ મુળચંદભાઇ ઝવેરી, સહાયક ચુંટણી અધિકારી તરીકે નિપુણ સી માંકડ તથા મલ્હાર બુચ રહ્યા હતા. તેમજ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાઉન્ટીંગ સહાયક તરીકે એડવોકેટ કૈવલ્ય એસ.વોરા, અનિશ એ સુમરા, અલ્પેશ વી.સલાટ, યશ જે. મહેતા,અમિત ચંદે, દિપક ગુસાઇ, સાવિત્રીબેન જાટ, હંસાબેન ભીંડી, હિતેશ આઇ વેગડ, ચિરાગકુમાર એન ઠકકર, ચીન્મય જે. આચાર્ય, મેહુલ કે ગોસ્વામી, રસીક આર. વેલાણી, સંજય પી કેન્યા, વિષ્ણુ એ ગોહિલ, હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, દિનેશ જે. ઠકકર, નિશીદ જે ગોર, ક્રિષ્નાબા એ. ઝાલા, શિલ્પાબેન જે ગોર,એ સેવા આપી હતી. તથા બાર રૂમના કર્મચારી ઉમેશ ચૌહાણ પોતાની સેવા આપી હતી.

નટુભા રાઠોડ અંજાર વકીલ મંડળના નવા પ્રમુખ
અંજાર બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 211 માંથી 201 મતદાતાઓએ પોતાનો મત આપ્યો હતો. મોડી સાંજે સૌથી વધારે મતો મળતા પ્રમુખ પદે નટુભા વેલુભા રાઠોડને વિજેતા જાહેર કરાયા હતા. ઉપપ્રમુખ વેલજી વિશ્રામ ચાવડા, મહીલા ઉપપ્રમુખ સંગીતા જેરામભાઈ સોરઠીયા, મંત્રી મરીયમ કે. બાયડ, મહિલા સહમંત્રી જેઠવા કોમલ દયારામભાઇ (બિનહરીફ), સહમંત્રી ઉદય ભુવનેશભાઇ છાયા, ખજાનચી હીરેન બી. બલદાણીયા, કારોબારી ગોપાલ એન ડાંગર, ચેતન કરસનભાઈ ગઢવી, હાર્દિક ઇશ્વરલાલ ત્રિવેદી તથા રચનાબેન એચ. જોષીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન મુખ્ય ચુંટણી અધિકારી તરીકે પી. એમ. વરૂ તથા મદદનીશ ચુંટણી અધિકારી તરીકે વિજય એમ. ફુફલ દ્વારા સેવા આપવામાં આવી હતી.

મુન્દ્રામાં કાંટાની ટક્કર બાદ એક મતથી પ્રમુખ પદે રવિ મહેશ્વરીઅે જીત મેળવી
​​​​​​​મુન્દ્રા મધ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે ઉત્કંઠા જગાવનાર મુન્દ્રા બાર એસોની ચૂંટણીમાં અત્યંત રસાકસી બાદ ગત બે ટર્મ થી ચૂંટાતા નારાણ કાનાણી ને રવિ મહેશ્વરી એ એક મતથી માત આપતાં તેમને પ્રમુખ પદના વિજેતા જાહેર કરાયા હતા.વહેલી સવારથી સ્થાનિકેના કોર્ટ પરિસરમાં ચાલુ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે 3.30 વાગ્યે આટોપાઈ હતી.જેમાં કુલ્લ 142 ધારાશાસ્ત્રીઓએ મતદાન કરી હોદેદારોનું ભાવિ નક્કી કર્યું હતું. મત ગણતરી દરમ્યાન પ્રમુખપદના બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ચાલતાં એક તબક્કે સૌના શ્વાસ થંભી ગયા હતા.અંતે પ્રમુખ પદના દાવેદાર નારાણ કાનાણી ના 69 મત સામે રવિ મહેશ્વરી એ 70 મત હાંસિલ કરતાં તેમને 1 મત થી વિજેતા ઘોષિત કરાયા હતા.જયારે ઉપપ્રમુખ તરીકે 107 મત મેળવી જનક સોલંકી તથા 79 સાથે રેનીશ રાવ વિજયી થયા હતા.મંત્રી પદ બિલાલ ખત્રીએ બિનહરીફ હાંસિલ કર્યું હતું.અને 80 મત મેળવનાર લીનાબેન જોષી ને સહમંત્રી જાહેર કરાયા હતા. મત ચકાસણી ની જવાબદારી અવિનાશ ભટ્ટ તથા સુનિલ મહેતા એ સંભાળી હતી .

ભચાઉમાં 11 મતની સરસાઇથી પ્રમુખ બીજલભાઇ દાફડા બન્યા
​​​​​​​ભચાઉ બાર એશોસીએશનમા કુલ 104માંથી 94 ધારાશાસ્ત્રીએ મતદાન કર્યું હતું. જેમાં પ્રમુખ બીજલભાઈ દાફડા 48 મત થી વિજેતા થયા હતા. ઉપ.પ્રમુખ પૃથ્વીરાજસિંહ બટુક સિંહ રાણાને 51, મંત્રી પ્રભુ ભાઈ અરજણભાઈ રબારી, 48, સહ મંત્રી કલાવતીબેન ગાલા, 52 , ખજાનચી અમૃત દાન ગઢવી ને 53 મત મળ્યા હતા લાયબેરિયન તરીકે અમિતભાઇ બિનહરીફ ચૂંટાયા હતા. પ્રમુખ પદ માટે હરેશભાઇ કાંઠેચાએ ઝંપલાવેલ તેમને 37 મત મળતા પરાજિત થયેલ ચૂંટણી અધિકારી તરીકે જાણીતા એડવોકેટ શ્રી કિશોરભાઈ રાવલ મહેન્દ્રસિંહ જાડેજા અને રોહન જાટાવાડીયા રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...