તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ભુજમાં BAPS સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકુલની ખાત-પૂજન વિધિ સાળંગપુર ખાતે મહંત સ્વામીના હસ્તે સંપન્ન થઈ

વિશ્વવ્યાપી ફલક પર વિસ્તરેલી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભુજ ખાતે નિર્માણ પામનારા ભવ્ય શિખરબદ્ધ મંદિર સંકુલની ખાત-પૂજન વિધિ મહંતસ્વામી મહારાજના હસ્તે સાળંગપુર ખાતે સંપન્ન થઇ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ મુજબ ભુજના હિલ ગાર્ડન રીંગ રોડ પર નિર્માણ થનાર મંદિર કચ્છની ધરતી પર સત્સંગ, સંસ્કાર અને સેવાની ત્રિવેણી સંગમ સમુ નજરાણું અને કચ્છીઓને સ્વામીની ભેટ બની રહેશે.

ભુજથી સાળંગપુર ગયેલા સેંકડો હરિભક્તો, સંતો તથા સંસ્થાના સાળંગપુર સ્થિત સંતો-ભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક વિધિપૂર્વક શિલાપૂજન કરાયું હતું. મંદિરથી સત્સંગનો પ્રવાહ કચ્છભરમાં પહોંચી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુહરીનો સંદેશો પ્રસરાવશે તેમ સ્વામીએ કહ્યું હતું. સદગુરુ ડોક્ટરસ્વામી તથા સંસ્થાના વડીલ સંતોની ઉપસ્થિતિમાં ભુજના હરિભક્તો તથા મહિલા મંડળ દ્વારા બનાવાયેલા કલાત્મક હાર મહંતસ્વામી મહારાજને અર્પણ કરાયો હતો. પૂર્વાશ્રમમાં કચ્છના સાધુ થયેલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. દેશ-વિદેશમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષમાં આ મંદિર નૂતન ભેટ કચ્છને ઉપલબ્ધ થઈ છે. યોગીજી મહારાજે સંતો દ્વારા બે-પાંચ હરિભક્તોથી શરૂ કરેલ સત્સંગ કેન્દ્ર આજે વિશાળ વટવૃક્ષ બનવા તરફ ગતિમાન છે.

કચ્છમાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત વિચરણ કરી લીલાઓની સ્મૃતિ હરિભક્તોને આપી છે, જેથી કચ્છ હંમેશા દર્શનીય છે. કોઠારી વિવેકમંગળદાસ સ્વામી તથા સ્નેહજીવનદાસ સ્વામીના માર્ગદર્શન સાળંગપુર ખાતે દર્શન-પૂજનમાં જોડાયેલા કચ્છના હરિભક્તો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જેનું ઓનલાઇન લાઈવ પ્રસારણ સંસ્થાની વેબસાઈટ અને યૂટ્યુબ પર કરાયું હતું. જેને હજારો દેશ-વિદેશના હરિભક્તોએ માણ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...