લોકાર્પણ:BAPS હિન્દુ મંદિર અબુધાબી દ્વારા 22 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સંતોની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પિત કરાઇ

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોના દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી સરકારને મદદરૂપ બની હતી અને આજે પણ જ્યારે ત્રીજી લહેર આવશે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ બાકાત નથી. અત્યાર સુધી આ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ફૂડ પેકેટ, ફૂડ સીઝ સેવા પૂરી પાડવામાં આવી છે.

જ્યારે કે બીજી ઘાતક લહેરમાં રાજ્યમાં આને અન્ય જગ્યાએ પણ ઓક્સિજન અને બેડની અછત વચ્ચે કોવિડ કેર સેન્ટર તેમજ ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવી છે. શુક્રવારે સવારે બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુધાબી દ્વારા ખાસ મોકલાયેલી 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કર જી. કે.જનરલ હોસ્પિટલ ખાતે લોકાર્પિત કરાઈ હતી. સૌ પ્રથમ સંતો દ્વારા ઓક્સિજન ટેન્કરની પૂજન વિધિ કરાઇ હતી.

ભુજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વર્તમાન પરિસ્થિતિમાં પીડિતોને મદદરૂપ થવા અદાણી જૂથ સંચાલીત જી કે જનરલ હોસ્પિટલ ખાતે લિકવીડ ઓકિસજન ટેન્ક અર્પણ કરી હતી જે સમુદ્ર માર્ગે મુન્દ્રા પોર્ટ પર કાર્ગો દ્વારા આવેલ. 22 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી આ ટેન્ક અર્પણ કરતી વેળાએ વિવેક મંગલ સ્વામીએ વેદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય, મેડિકલ કોલેજના ડીન ડૉ. એ.એન.ઘોષ, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડૉ. એચ.એન. ભાદરકા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ આ ઉપરાંત પાંચ ઓકિસજન કોંસ્ન્ટ્રેટર આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...