તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:નખત્રાણાની બેંક ઓફ બરોડામાં અનેક અસુવિધાઓથી ગ્રાહકોને થતી હાલાકી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારી મંડળ દ્વારા રિજિયોનલ મેનેજરને લેખિતમાં ફરિયાદ કરાઇ

નખત્રાણાની બેંક ઓફ બરોડા શાખામાં અસુવિધાની ભરમારથી ત્રસ્ત વેપારી મંડળે કચ્છ રિજિયોનલ મેનેજર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. દેના બેંકનું બરોડા બેંકમાં વિલીનીકરણ થયા બાદ આ બેંકમાં દરરોજ દૂધ મંડળીના સભ્યો, સરકારી સહાય, કૃષિ વીમા વગેરે માટે ખેડૂતો, વેપારીઓ, કામદારો સહિતના ગ્રાહકોની લાઇનો લાગે છે. વેપારીઓ કે, જેઓ દુકાનમાં એકલા હોય છે, જેથી બેંકના કામ માટે દુકાન બંધ રાખી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. બે બેંક મર્જ થતાં આ બરોડા બેંક પર કામનું ભારણ વધી ગયું છે છતાં સ્ટાફમાં વધારો કરાતો નથી.

ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રાહકો ગામઠી ભાષા બોલે છે જયારે બેંકનો મોટાભાગનો સ્ટાફ હિન્દી ભાષી હોઇ મુશ્કેલી પડે છે, જેથી બેંકમાં સ્થાનિક કર્મચારીઓની નિમણૂક કરાય તો ગામડાના ગ્રાહકો માટે રાહતરૂપ બનશે. બેંકમાં એ.ટી.એમ.ની સુવિધા છે પરંતુ તે મોટાભાગે બંધ રહે છે. એક તરફ બેંકમાં જગ્યા ઓછી હોઇ વધતા કોરોના કેસ વચ્ચે સામાજિક અંતર રાખવું મુશ્કેલ બન્યું છે અને જો ગ્રાહકો અંતર રાખવા જાય તો લાઇનો જાહેર માર્ગ પર આવી જાય તેમ છે, જેથી બેંકનું મોટી જગ્યાએ સ્થળાંતર કરવું અનિવાર્ય છે. બેંકની અસુવિધાઓ દુર કરવા નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ એમ. સોની, મહામંત્રી અરવિંદ પી. રૈયાણી, કો-ઓર્ડિનેટર હેમેન્દ્ર એમ. કંસારા સહિતના વેપારીઓએ બેંકના કચ્છના રિજિયોનલ મેનેજરને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો