આદેશ:પંચાયતોએ સરકારની મંજુરી વિના જ ખોલી નાખેલા બેંક ખાતા બંધ થશે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિકાસ કમિશનરે સરકારી નાણા પી.એલ.એ.માં ફરજિયાત રાખવા કર્યો આદેશ
  • ઓડિટ અહેવાલમાં ઉચાપત, ગંભીર અનિયમિતતા જણાયા બાદની ​​​​​​​ગતિવિધિ

વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને 22મી નવેમ્બરે પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું છે કે, પંચાયતી રાજ સંસ્થાઅોના અોડિટ અહેવાલમાં ઉચાપત, ગંભીર અનિયમિતતા રજુ કરાઈ છે. ભવિષ્યમાં અટકાવવા માટેની કાર્ય પદ્ધતિ રજુ કરવા સૂચના અાપી છે, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોઅે ખાનગી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકમાં સરકારની પરવાનગી વિના ખોલેલા બેંક ખાતા બંધ કરી દેવા અને સરકારી નાણા પી.અેલ.અે.માં રાખવા ફરજિયાત કરવું.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં તાજેતરમાં ધ્યાને અાવેલા નાણાકીય અનિયમિતતા નિવારવા સંબંધે સરકારને પગલા સૂચવવા 2021ની 5મી અોકટોબરે હિસાબ અને તિજોરી નિયામકની કચેરીમાં બેઠકનું અાયોજન કરાયું હતું, જેમાં અધિકારીઅોઅે પગલા અને સૂચનો કર્યા હતા.

જે પરિપત્રિત થાય અેવું નક્કી કરાયું હતું, જેથી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભવિષ્યમાં ઉચાપત, નાણાકીય અનિયમિતતા અને રેકર્ડ ઉપલબ્ધ ન થવા જેવા કિસ્સાઅો બનવા ન પામે તે માટે મંજુરી વિનાના બેંક ખાતા બંધ કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા સૂચના છે. અોડિટ અહેવાલમાં ઉચાપત, ગંભીર અનિયમિતતા જણાયા બાદ િવકાસ કમિશનરે સરકારી નાણા પી.એલ.એ.માં ફરજિયાત રાખવા આદેશ કર્યો છે.

ખાતા તબદીલ કરવા પણ સૂચના અપાઇ
સહકારી બેંકોમાં ખોલાવેલા ખાતાઅો સરકારની મંજુરી મેળવીને રાષ્ટ્રીયકૃત બેંકોમાં તબદીલ કરવા પણ સૂચના અપાઈ છે.

ચેકોની ઝેરોક્ષ વાઉચર સાથે રાખવી
તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત દ્વારા લખાતા ચેકોની ઝેરોક્ષની નકલ ફરજિયાતપણે વાઉચરની સાથે રાખવા, શક્ય હોય તો લખેલા ચેકોની સ્કેન કોપી કચેરીમાં રાખવાની વ્યવસ્થા કરવા પણ સૂચવાયું છે.

પી.અેલ.અે. બેલેન્સનું મેળવણું અને પ્રમાણપત્ર
તાલુકા અને જિલ્લા પંચાયતોના પી.અેલ.અે. બેલેન્સનું તિજોરી કચેરી સાથે નિયમિત મેળવણું કરી, તાલુકા પંચાયતો, શાખા અધિકારીઅો પાેથી હિસાબી શાખાને મેળવણું કર્યા સંબંધે જરૂરી પ્રમાણપત્ર મેળવી કચેરી રેકર્ડમાં રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...