તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ:RTO સાઇટમાં ફરી બંગડી ચોર ડોકાયા: રાડારાડી થતાં ભાગ્યા

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દાગીના ચમકાવવાના નામે ઠગાઇ કરતા શખ્સો અાઝાદ

શહેરની અારટીઅો રીલોકેશન સાઇટમાં વધુ અેક વાર ડોકાયેલા બંગડીચોરને, અેક ગૃહીણીઅે બુમાબુમ કરતાં ભાગવું પડ્યું હતું.કેટલાક રહીશોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારના સમયે અાર.ટી.અો. સાઇટની હિન્દી સ્કુલ પાછળથી શેરીમાં પંજાબી જેવા બાંધાનો હઠ્ઠો કઠ્ઠો શખ્સ બાઇકથી અાવ્યો હતો, પણ ત્યાં શાકવાળાઅો પાસે ઘણી મહિલાઅો અેકઠી થયેલી હોવાથી તે પોતાનો ઠગાઇનો ઇરાદો પાર પાડી શકે તેમ ન હોવાથી ચાલ્યો ગયો હતો. બે કલાક પછી થોડે દૂર અન્ય અેક શેરીમાં નીકળ્યો હતો, ત્યાં ઘર બહાર બેઠેલા અેક ભાઇને તેણે વાસણો ચમકાવી દેવાની વાત કરી હતી, જોકે તેમણે દાદ ન અાપતાં તે થોડે દૂર અેક ઘરના દરવાજે પહોંચ્યો હતો.

અલબત્ત છેલ્લા પંદર દિવસ દરમ્યાન રસોડાની બારીમાં હાથ નાખીને બંગડી સેરવવાનો પ્રયાસ તેમજ તે પછી અેક પરિવારને ભોળવીને રૂા. 1.20 લાખની બંગડી ચોરવાની ઘટના તાજી જ હોવાથી અેક ઘરમાં રહેતી મહિલાઅે બુમાબુમ કરી હતી, જેથી અાડોશ-પાડોશની મહિલાઅો અેકત્ર થઇ ગઇ હતી, પરંતુ અે પહેલાં બાઇક હંકારીને અા ધૂતારો ભાગી છૂટ્યો હતો.

રહીશોના જણાવ્યા પ્રમાણે ચારેક દિવસ પૂર્વે થયેલી બંગડી ચોરીના, રાજગોર સમાજવાડીના સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યોમાં દેખાયો હતો, અેવા જ બાંધાનો હઠ્ઠોકઠ્ઠો શખ્સ અા બાઇક પર હોવાથી તે ધૂતારો જ ફરી અાવ્યો હોવાનું જણાયું હતું. જો કે પોલીસ બાઇક પર બિન્ધાસ્ત ફરતા અાવા શખ્સોને હજુ પકડી શકી ન હોવાથી તે હવે ડર વગર અાઝાદ ફરી રહ્યા હોવાનું સ્થાનિક લોકોને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો