સૂચના:દરિયો તોફાની રહેવાની વકી હોતા કચ્છમાં માછીમારી પર પ્રતિબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિશરીઝ વિભાગના કમિશનર તરફથી કચ્છનો દરિયો તોફાની રહેવાની સંભાવનાઅે માછીમારી પર પ્રતિબંધ લગાવ્યો છે. ફિશરીઝ ગાર્ડને માછીમારી માટે પરવાનો ન અાપવા અાદેશ કરાયો છે અને જે બોટ દરિયો ખેડવા માટે નિકળી છે તેમને પરત બોલાવી લેવા સૂચના અપાઇ છે.

તા. 17 નવેમ્બર સુધી દરિયો તોફાની રહેવાની શક્યતાને અાધારે ફિશરીઝ કમિશ્નરના આદેશને પગલે મદદનીશ મત્સ્યોધોગ નિયામક ભુજ દ્વારા યાંત્રિક વાહનોથી માછીમારી ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, તો બીજો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધિ તામંમ ફિશરીઝ ગાર્ડને માછીમારી માટે પરવાનગી ન આપવા આદેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, માછીમારી કરવા માટે નીકળી ગયેલ બોટોને સંપર્ક કરીને તાત્કાલિક પરત બોલાવાઇ છે. જિલ્લા કચેરીએ કાર્યરત કંટ્રોલ રૂમમાં કર્મચારી ફરજ બજાવવાની રહેશે તથા કચેરીના કર્મચરીઓએ મુખ્ય મથક છોડવું નહી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમલ કરવાનો રહેશે. જો કોઈ કર્મચારી કે ફિશરીઝ ગાર્ડ સૂચનાઓનું ભંગ કરશે તો તેના સામે પગલા ભરાશે.

અન્ય સમાચારો પણ છે...