તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચકચારી પોસ્ટ કૌભાંડમાં 28 લાખ જમા કરવાની શરતે મહિલા એજન્ટને જામીન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.75 કરોડના કૌભાંડમાં 28 લાખ આરોપીના ખાતામાં થયા હતા જમા
  • પ્રજ્ઞા ઠકકર રકમ નહીં ભરી શકે તો, સાસુ ભરશે રકમ તેવી કરાઇ એફિડેવીટ

ભુજના રાવલવાડી પોસ્ટ ઓફિસના ચકચારી 1.75 કરોડના કૌભાંડમાં મુખ્યસુત્રધાર આરોપી પ્રજ્ઞાબેન સચીન ઠકકરને ભુજની સેશન્સ કોર્ટે રૂપિયા 28.30 લાખ 25 દિવસમાં જમા કરાવાની શરતે જામીન આપ્યા છે. આરોપી રકમ ન ભરી શકે તો, તેની સાસુ રૂપિયા ભરશે તેવી એફિડેવીટ કરવામાં આવી છે.

આરોપી પ્રજ્ઞાબેન ઠકકર રાવલવાડી સબ પોસ્ટ ઓફિસમાં મહિલા પ્રધાન ક્ષેત્રીય બચત યોજના એજન્ટ તરીકે કાર્યરત હોઇ તેમના પતિ સચીન ઠકકર અને સબ પોસ્ટ માસ્તર બિપીનચંન્દ્ર રપજી રાઠોડ તપા બટુક જીતેન્દ્રરાય વૈશ્નવ સાથે મળીને મસમોટુ આર્થિક કૌભાન્ડ આરચર્યુ હોવા અંગે પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર ભરતસિંહ હેમુભા જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રજ્ઞાબને ઠકકર અને તેના પતિ સચીન ઠકકરે પોસ્ટ માસ્તરોના પોસ્ટ સોફ્ટવેરના ઓનલાઇન તથા ડેટા એન્ટ્રીના યુઝર આઇડી પાસવર્ડનો ઉપયોગ કરી ફરીથી મોટી રકમથી જુની તારીખમાં ખાતા ખોલાવી જુના ખાતા બંધ કરાવ્યાના ફોર્મ ભરી તેમા સહીઓ કરી સમગ્ર કૌભાન્ડ આચર્યું હતું.

આ કેસમાં જેતે વખતે તપાસમાં આવેલા પોસ્ટ માસ્તર જનરલ રાકેશકુમારે જણાવ્યં હતું કે, કૌભાન્ડની રકમ તપાસમાં દસ કરોડથી વધી શકે છે. દરમિયાન અગાઉ મહિલા આોરપી પ્રજ્ઞાબેન ઠકકરની કોર્ટે ના મંજુર કરી હતી. દરમિયાન ફરી પ્રજ્ઞાબેન ઠકકરે ભુજની સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. આરોપીના વકીલ આર.એસ.ગઢવીએ એવી દલીલો કરી હતી કે, આરોપી મહિલા આટલું આર્થિક ફ્રોડ કરી શકે તેમ નથી. પોસ્ટના આઇડી પાસવર્ડ હેડ પોસ્ટ માસ્તાર પાસે હોય જેથી અરજદારને ફસાવ્યા હોય તેવી દલીલો કરી હતી.

તપાસમાં આરોપી પ્રજ્ઞાબેન ઠકકરના ખાતામાં ઉચાપતના રૂપિયા 28,30, 432ની રકમ જમા થઇ હોવાનું બહાર આવ્યું. દસમાં અધિક સેશન્સ જજ આર.એમ.મંદાણીએ આરોપી પ્રજ્ઞાબેન સચીનભાઇ ઠકકર દિવસ 25માં તેમના ખાતામાં જમા થયેલી 28,30,432ની રકમ કોર્ટમાં જમા કરાવાની શરતે જામની આપ્યા હતા. આરોપી મહિલા રમક ભરી ન શકે તો, બાયધરીરૂપે તેમના સાસુ લક્ષ્મીબેન શંકરલાલ ઠકકર ભરશે તેવી એફીડેવીટ લેખિદેવામાં આવતાં આરોપી પ્રજ્ઞાબેનને જામીન અપાયા હતા.

કોર્ટ આ રકમ ફિક્સ ડિપોઝીટમાં રાખશે
25 દિવસમાં આરોપી મહિલા 28 લાખની રકમ કોર્ટમાં જમા કરાવશે તો, આ રકમ કોર્ટ દ્વારા નેશનલાઇઝ બેન્કમાં જ્યા સુધી કેસ ચાલશે ત્યાં સુધી ફિક્સ ડિપોઝીટમાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...