તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:પોસ્ટ કૌભાંડમાં 20.69 લાખ જમા કરવાની શરતે સચિન ઠક્કરને જામીન

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાળાઅે અેક માસમાં રકમ ભરવાની અાપી બાંહેધરી

ભુજના ચકચારી પોસ્ટ અોફિસ કાૈભાંડના અારોપી સચિન ઠક્કરને કોર્ટે રૂ.20.69 અેક માસમાં જમા કરાવવાની સાથે અન્ય શરતોને અાધીન જામીન પર મુક્ત કર્યો છે.

પોલીસે 1, 74,63,000નું કાૈભાંડ થયાની કોર્ટમાં ચાર્જશીટ કરી હતી, જે અન્વયે પોસ્ટ અોફિસના મહિલા અેજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચિન ઠક્કરના ખાતામાં 20.69 લાખ જમા થયા હોવાનું બહાર અાવ્યું હતું. અારોપી સચિન વતી તેના સાળા વિપુલ રાયઠઠ્ઠાઅે અેક મહિનામાં 20.69 લાખ ભરી અાપવાની બાંહેધરી અાપતાં કોર્ટે અારોપીને અનિશ્ચિત સમય સુધી પ્રિ-ટ્રાયલ જેલવાસ ન થાય અને રૂલ અોફ બેઇલ નોટ જેલના સિધ્ધાંત મુજબ ભુજના દશમા અધિક સેશન્સ જજ અાર.વી. મંદાણીઅે અારોપી સચિન ઠક્કરને 15 હજારના જાત મુચરકા પર જામીન મુક્ત કર્યો છે.

વધુમાં કોર્ટે સચિન ઠક્કર અને તેના પરિવારજનોના નામે પોસ્ટ અોફિસની વિવિધ બચત યોજનાઅોમાં મુકવામાં અાવેલી અંદાજિત 16 લાખની થાપણો જયાં સુધી અંતિમ ચુકાદો ન અાવે ત્યાં સુધી રીલીઝ ન કરવા, પાસપોર્ટ જમા કરાવવા, મંજૂરી વિના દેશ ન છોડવા, અા કેસના સાક્ષીઅો અને પૂરાવા સાથે ચેડા ન કરવાની શરતે કોર્ટે જામીન પર છોડ્યો છે.

સમગ્ર રાજ્યમાં ગાજેલા આ પ્રકરણમાં જે તે વખતે પોસ્ટ ઓફિસના રાજકોટ રીઝીયોનલના વડા ભુજ દોડી આવ્યા હતા અને તપાસમાં આ કૌભાંડનો આંક 10 કરોડથી વધી જશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...