તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકાના બિબર ગામના 75 અને ખારડીયાના એક સહિત 75 ખેડુતોને પાક નૂકશાની પટે મળમાં આવેલી સરકારી સહાયની રૂપિયા 13,95,681 જેટલી માતબર ખેડૂતોના ખાતા નંબરને બદલે પોતાના અને મળતીયાઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને બારોબાર ઉચાપત કરનારા ચકચારી કેસમાં બિબરના વીસીઇ સુરતાજી સંભાજી જાડેજા અને કનકસિંહ હરીસિંહ જાડેજાની રેગ્યુલર જામીન અરજી અદાલતે ના મંજુર કરી છે. કેસની હકિકત મુજબ નખત્રાણા તાલુકાના ગામડાઓમાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિના લીધે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેમને સહાય ચૂકવવા રાજ્ય સરકારે ઠરાવ કર્યો હતો.
દરમિયાન બિબરના વીસીઇ તરીકે કામ કરતાં સુરતાજી સંભાજી જાડેજા અને તેની સાથે કામ કરતા કિશનસિંહ હરીસિંહ જાડેજા નામના આરોપીઓએ ખેડૂતો પાસેથી અરજીઓ મેળવી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દરમિયાન એપ્રુઅલ મેળવીને જેના આધારે અસરગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રીઝર્વ બેન્કની પેમેન્ટ મારફતે સહાયની રકમ જમા કરાવીને બિબરના વીસીઈ સુરતાજી જાડેજા અને કિશનસિંહ જાડેજાએ બિબર 75 ખેડૂતો તેમજ ખરોડીયાના એક ખેડૂત સહિત 76 ખેડૂતોના મળેલી રકમ ખેડૂતોના ખાતા નંબરની જગ્યાએ પોતાના અને મળતીયાઓના બેન્ક એકાઉન્ટ નંબર નાખીને ખેડૂતોની સરકારી સહાયની રકમ 13,95,681 બારોબાર ઉચાપત કરી લીધી હતી.
જે સબબ નિરોણા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ જિલ્લાના મદદનીશ ખેતી નિયામક પી.કે. સ્વર્ણકારે ફરિયાદ નોંધાવી હતી. આ કેસના આરોપીઓએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા ભુજની સેશન્સ કોર્ટમાં અરજી કરતાં ભુજના આઠમાં અધિક સેશન્સ જજ રાણાની કોર્ટમાં ચાલી જતાં બન્ને આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી. જેમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.