• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Bahujan Bhim Army Activists Protest At Bhuj's GK General Hospital Demanding Adequate Facilities, Trying To Close Mundra based Adani Port

વિરોધ પ્રદર્શન:ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પૂરતી સુવિધાની માગ સાથે બહુજન ભીમ આર્મીના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યુ, મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટને બંધ કરવાનો પ્રયાસ કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા પોર્ટને બંધ કરાવવા પહોંચેલા બહુજન ભીમ આર્મીના 12 કાર્યકર્તાઓની પોલીસે અટક કર્યા બાદ છોડી મુક્યાં
  • હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાતો પુરા પાડવા અને તમામ મેડિકલ સુવિધા વિનામૂલ્યે પુરી પાડવાની માંગ કરાઈ

ભુજમાં આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાતો પુરા પાડવા અને તમામ મેડિકલ સુવિધા વિનામૂલ્યે પુરી પાડવાની માંગ સાથે આજે બુધવારે સવારે કચ્છ બહુજન ભીમ આર્મીના કાર્યકર્તાઓએ મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસ દ્વારા 12 જેટલા કાર્યકર્તાઓને અટકાવી તેમની અટક કરી હતી. જોકે, બાદમાં છોડી મુકવામાં આવ્યાં હતા. છેલ્લા સાત માસથી જીકે હોસ્પિટલમાં વિવિધ મુદ્દે સુવિધા પૂરી પાડવાની માંગ કરી રહેલી ભીમ આર્મીએ જો માગ નહિ સંતોષાય તો ફરી આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બુધવારે સવારે મુન્દ્રા પાસેના રાસાપીર સર્કલ પાસે બહુજન ભીમ આર્મીના પ્રમુખ લખન ધુવાની આગેવાની હેઠળ અન્ય 11 જેટલા કાર્યકરો અદાણી પોર્ટની કામગીરી બંધ કરાવવા એકત્ર થયા હતા. જેની જાણ પોલીસને થતા તેમને અટકાવી તમામ 12 સભ્યોની અટક કરીને બાદમાં છોડી મુકવામાં આવ્યાં હતા. આ બનાવના પગલે ભીમ આર્મીના પ્રમુખ લખનભાઈએ મીડિયા જોગ જાહેર કરેલા એક નિવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા ફાળવવામાં નહિ આવે તો આગામી સમયમાં ફરી કોઈ પણ તારીખે અદાણી પોર્ટની કામગીરી બંધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...