તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ફેસબુક પર ભુજના લોકેશનમાં સ્ત્રીની આઇડીમાંથી પ્લેજોબ સર્વિસની બદી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંપર્ક માટે મોબાઇલ નંબર પણ અપાયા, છેતરપિંડીનો ભોગ બનશે
  • અગાઉ અનેક લોકો આવી લોભામણી જાહેરાતનો ભોગ બની ચૂકયા છે

અમદાવાદ, સુરત જેવી મેટ્રોસિટીમાં પ્લેજોબ સર્વિસની બદી વર્ષોથી વકરેલી છે ત્યારે અા બદી ભુજમાં પણ પગપેસારો કરી રહી હોઇ તેમ ફેસબુક પર મહિલાની અાઇડીમાંથી પ્લેજોબ સર્વિસ માટે મોબાઇલ નંબર અપાયા છે. અગાઉ અનેક લોકો અાવી લોભામણી જાહેરાતોનો ભોગ બની ચુકયા છે ત્યારે લોકોને ફસાવવા માટે અા નવો પેંતરો અપનાવાયો છે. અેસ્કોર્ટ સર્વિસ હોય કે પ્લેજોબ સર્વિસ, ખાસ કરીને કચ્છના ભુજમાં અા બદી હજુ સુધી વકરી નથી. દેહવ્યાપારનો ધંધો ચલાવતી સાઇટો મોટા શહેરોમાં ઉપલબ્ધ છે પણ હવે ભુજમાં પણ પગપેસારો કરી રહી છે.

ફેસબુક પર અનેક મહિલાની અાઇ.ડી.માં પ્લેજોબ સર્વિસ માટે જાહેરાતો પ્રસ્તૃત કરાય છે. યુવતિઅોના ફોટા મુકવામાં અાવે છે જેમાં સંપર્ક કરવા માટે મોબાઇલ નંબર પણ મુકવામાં અાવ્યા હોય છે. લોકો યુવતિઅોના ફોટા જોઇ લાલચમાં અાવી નંબર પર ફોન કરતા હોય છે, સર્વિસ તો મળવાની દુરની વાત પણ મેમ્બરશીપના બહાને તેમજ ગીફટકોડના બહાને પેમેન્ટ અોનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાતો હોય છે.

તો અમુક કિસ્સામાં યુવતિને થોડા સમય માટે બુકિંગ કરવા માટેની અમુક રકમ અેડવાન્સ અાપવાની વાત કરવામાં અાવે છે જેથી લાલચમાં તે અેડવાન્સ રકમ ચુકવી દેવાય છે બાદમાં કોઇ સર્વિસ મળતી નથી. ફેસબુક પર અમુક યુવતિઅોની ફેક અાઇ.ડી.માંથી સુંદર યુવતિઅોના ફોટા અપલોડ કરી અને પ્લેજોબ સર્વિસ માટે સંપર્ક કરવાની લાલચ અાપવામાં અાવી છે.

અા બદી ભુજમાં વધુ વકરી જાય તે પહેલા સાયબર પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસ પગલા ભરી લોકોને છેતરપિંડીનો ભોગ બનતા બચાવે તે જરૂરી બન્યું છે. નોંધનીય છે કે, અગાઉ અનેક લોકો લાખો રૂપિયાના શીશામાં અાવી જાહેરાતો મારફતે ઉતરી ગયા છે ત્યારે વધુ કોઇ છેતરપિંડીનો બનાવ બનતા અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...