તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બી ડિવિ. પોલીસ કોર્ટને જવાબ દેવામાં ઉદાસીન, 4 માસ સુધી રિપોર્ટ ન મોકલ્યો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલાઇનગર ખનીજ અને દબાણ પ્રકરણ અંગે ફેબ્રુ.માં કોર્ટ ફરિયાદ કરાઇ હતી
  • ત્રણ વખતની મુદ્દત બાદ હવે 10-8 સુધી અચુક રિપોર્ટ કરવા વધુ એક હુકમ

માધાપરના હાલાઇ નગરમાં સરકારી જમીનમાં દબાણ કરી ખનીજ ચોરી કરીને ગેરકાયદેસર રીતે નદીના વિસ્તારમાં પાણીના વહેણ પર અાવેલી જમીન બિનખેતી કરાવી નખાતા મહેસુલ તંત્ર તેમજ પંચાયતમાં ફરિયાદ કરાઇ હતી, બાદમાં ફેબ્રુઅારીમાં ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી, કોર્ટે ત્રણ વખત રિપોર્ટ રજૂ કરવા તારીખ અાપી છતાં બી ડિવિઝન પોલીસ કોર્ટને રિપોર્ટ કરવામાં ઉદાસીનતા દર્શાવી હતી. કોર્ટે રિમાઇન્ડર મુકી તા.10-8 સુધી અચુક રિપોર્ટ રજૂ કરવા પત્ર બી ડિવિઝન પોલીસને લખ્યો હતો.

હાલાઇ નગરમાં રહેતા દિનેશભાઇ હિરજીભાઇ સોમૈયાઅે ફરિયાદ કરી હતી કે સર્વે નંબર 568-28ના માલિકોઅે સરકારી જમીનમાં દબાણ કરી તેમજ ખનીજ ચોરી કરી જમીનથી પાંચ ફુટ લેવલ ઉચુ કરી નદીના વિસ્તારમાં બિનખેતી કરાવતા મહેસુલ તંત્રને ધા નખાઇ હતી. જો કે કોઇ પરિણામ ન મળતા કોર્ટનો અાશરો લેવામાં અાવ્યો હતો. જુદી જુદી છ ફરિયાદો દાખલ કરાતા કોર્ટે તા.17-2ના તપાસ માટે પોલીસને ફરિયાદ મોકલી હતી. કોર્ટે પ્રથમ તા.15-3 સુધી મુદ્દત અાપી હતી પણ કામગીરી પુર્ણ ન થતા વધુ અેક મુદ્દત માંગતા પોલીસને 7-5 સુધીની મુદ્દત અાપી હતી, તે મુદ્દતે પણ રિપોર્ટ ન અાપતા તા.11-6ની ત્રીજી મુદ્દત અાપી હતી, જે મુદ્દતે પોલીસ હાજર રહી ન હતી. અામ, ચીફ જયુડિશીલય મેજીસ્ટ્રેટ તરફથી પોલીસને છ ઇન્કવાયરીમાં રિપોર્ટ તા.10-8 સુધી અચૂક મોકલી અાપવા રિમાઇન્ડર મોકલ્યો હતો.

બાર માસ પૂર્વે પોલીસ અધિક્ષકને રજૂઅાત કરી હોવા છતાંય પોલીસે અાજ દિવસ સુધી ફરિયાદીનો અેકેય વખત નિવેદન લેવાની તસ્દી હાથ ધરી નથી, તો સર્વે નંબર 568-26ના માલિકો રાજકીય વગર ધરાવે છે જેથી લાખો રૂપિયાના હિસાબે લાંચ વિતરણ કરી હોવાનો સ્પષ્ટ તહોમત નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...