કાર્યવાહી:ભુજની જાગૃત મહિલાએ દારૂના કુછંદે ચડેલા પોતાના સગા પુત્ર વિરૂદ્ધ પોલીસ બોલાવી કાર્યવાહી કરાવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધાપરમાં મહિલાઓએ દેશી દારૂના પોઇન્ટ પર જનતા રેડ કરી : પોલીસે પોતાનો દરોડો બતાવ્યો
  • બે દી’ બાદ ફરી દારૂનો અડ્ડો ​​​​​​​ધમધમતો થયો

ભુજ અને માધાપરના અનેક સ્થળોઅે દેશી દારૂના હાટડાઅો ધમધમી રહ્યા છે જેના કારણે અનેક પરીવારો બરબારી તરફ ધકેલાઇ રહ્યા છે, ત્યારે ખુદ માતાઅે દેશી દારૂના રવાળે ચડેલા પોતાના સગા પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરાવી હતી.

રવિવારે સાંજે કોલીવાસમાં 30થી વધુ મહિલાઅોઅે જનતા રેડ કરી બાદમાં પોલીસને જાણ કરી હતી. પોલીસે દેશી દારૂની 70 થેલીઅો કબજે કરી કરવા ખાતર કાર્યવાહી કરી હતી, જો કે ચાર દિવસ બાદ ફરી દેશી દારૂનો પોઇન્ટ ધમધમતો થઇ ગયો હતો. ભુજના સીતારા ચોકમાં રહેતા કુલસુમબાઇ ફકીરમામદ સમાઅે પશ્ચિમ કચ્છ અેસપીને પોતાની વ્યથા ઠાલવતા પત્રમાં લખ્યું હતું કે, માધાપરના અા વિસ્તારમાં પોતાનો પુત્ર અબ્બાસ ફકીરમામદ સમા સહિત રમીલાબેન કોલી, પુજાબેન મામદ કોલી દેશી દારૂ વેંચી રહ્યા હતા, જનતા રેડના કારણે ભાગી છુટયા હતા.

પોતાનો પુત્ર અા બદીમાં સામેલ હોવાથી ખુદ માતાઅે તેની સામે પગલા ભરવા અેસપી સમક્ષ ધા નાખી હતી, જેથી અન્ય કોઇ પરીવાર અા બદીના કારણે બરબાદ થતા બચી જાય. પોલીસે કોથળીઅો કબજે કરી ફરિયાદ નોંધી હતી જેમાં લખ્યું હતું કે, બાતમી અાધારે દારૂનો જથ્થો પકડાયો છે, ખરેખર જનતા રેડના કારણે શરાબનો જથ્થો પકડાયો હતો. પોલીસે માત્ર નોંધવા ખાતર ફરિયાદ નોંધી હતી બાદમાં દેશી દારૂનો પોઇન્ટ બીજા દિવસેથી જ ધમધમી ઉઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...