શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને ગુજરાત સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક અેનાયત કરવામાં અાવે છે. ચાલુ સાલે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિ્ક્ષક પારિતોષિક 2021 મેળવનારા શિક્ષકોની યાદી બહાર પાડવામાં અાવી છે, જેમાં જિલ્લા કક્ષાઅે 4 અને તાલુકા કક્ષાઅે 20 શિક્ષકોની પસંદગી કરાઈ છે.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું છે કે, શૈક્ષણિક કર્મચારીઅોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક, અેચ.ટાટ, અાચાર્ય, બી.અાર.સી./સી.અાર.સી., કેળવણી નિરીક્ષક અેમ જુદી જુદી કેટેગરી વાઈઝ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 20 શિક્ષકો જાહેર કરવામાં અાવ્યા છે.
તાલુકા કક્ષાઅે પસંદગી પામનારા
ભુજોડીના પિઠડીયા મિતશ, દેશલપરના પટેલ દમયંતી, ખારીરોહરના લોચા હેમલતા, ગાંધીધામના જોષી ખ્યાતિ, અંજારના મકવાણા નરસંગ, નખત્રાણાના ડો. કૈલાષ કાંઠેચા, રામપર(રોહા)ના ચાૈહાણ દિપક, ભચાઉના ગોહેલ જિતેન્દ્ર, જડસાના કાલરિયા નરેન્દ્ર, બંધડીના રાઠોડ અનિલ, લુણીના હેલૈયા પંકજ, મંગરાના વણકર દિપીકા, રામપરના રૂપેરા મયુર, ઘોડાલખના ત્રિવેદી પ્રજ્ઞેશ, દોલતપરના પટેલ પ્રકાશ, દયાપરના સોની ધનસુખ, રાપરના પંડ્યા પરેશ, માંલીસરાવાંઢના ચાૈધરી વિજય, કાળા તળાવના મોવલિયા મયુર, તેરા સંગડ પર્વતસિંઘનો સમાવેશ થયો છે.
જિલ્લા કક્ષાઅે અેવોર્ડ મેળવનારા
ભુજ તાલુકાના માધાપરની અેમ.અેસ.વી. હાઈસ્કૂલના ડો. દિનેશ અેલ. ડાકી, નખત્રાણા તાલુકાના નેત્રાની પ્રાથમિક કુમાર શાળાના ગરવા લહેરીકાંત શિવજી, માંડવી તાલુકાના પદમપુરની પ્રાથમિક શાળાના ગઢવી માણેક રામભાઈ, લખપત તાલુકાના બી.અાર.સી. મહેશ્વરી જખુભાઈ ડી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.