તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વકીલને બદનામ કરતી ઓડીયો- વીડિયો ક્લીપ વાયરલ કરાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ બી ડિવિઝનમાં અમદાવાદી પિતા-પુત્ર સામે ગુનો

ભુજ બાર એસોસિયેશનના મંત્રી અમિતભાઇ ઠકકરને બદનામ કરવાના ઇરાદે વોટ્સએપ પર ઓડીયો વીડિયોક્લીપ વાયરલ કરાતાં ખડભડાટ મચી ગયો છે. ભુજ વિજયનગરમાં રહેતા અને બાર એસોશિયેશનમા઼ મંત્રી અમિતભાઇ અશ્વિનભાઇ ઠકકરે અમદાવાદના નિકોલ ખાતે રહેતા હસમુખ ગાભાભાઇ પટેલ અને તેમના પુત્ર ધાર્મિક હસમુખભાઇ પટેલ સામે નોંધાવી ફરિયાદ પ્રમાણે ગત 2016માં ભુજના આશિષ ટાયરના માલિક મહેશ ગંગારામ ઠકકરે આરોપી હસમુખ ગાભાભાઇ પટેલની સતનામ ટાયર્સ નામની પેઢીને ઉધારમાં ટાયરો આપ્યા હતા.

તેની અવજીમાં આરોપી હસમુખભાઇએ મહેશભાઇ ઠકકરને ચેકો આપ્યા હતા. તે ચેકો રીટર્ન થતાં આ કેસમાં મહેશભાઇના વકીલ તરીકે ફરિયાદી અમિતભાઇ રહ્યા હતા. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી હસમુખભાઇને એક વર્ષની સજા તેમજ ચેકની રકમ મહેશભાઇ ઠકકરને ચુકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો.

જેને કારણે આરોપી હસમુખ પટેલ અને તેના પુત્ર એ ફરિયાદી વકીલને બદનામ કરવાના ઇરાદે ઓડીયો વીડિયો ક્લીપ બનાવીને સોશીયલ મીડિયામાં વારલ કરી હતી અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી હસમુખ પટેલ તેના પુત્ર ધાર્મિક બન્ને આરોપી સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે બનાવની નોંધ લઇ પોલીસ ઇન્સ્પેટર આર.ડી ગોંજીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...