પ્રત્યક્ષ શિક્ષણ:ધોરણ 1થી 5ની હાજરી 43.63 % એ પહોંચી, શાળા ખુલ્યા બાદ 4 દિવસમાં શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ લેનારા વધ્યા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની શાળાઓમાં 6થી 8માં 1.23 લાખમાંથી 61 હજાર અને 9થી 12માં 50.38 ટકા બાળકો હાજર

કચ્છમાં દિવાળી વેકેશન બાદ સોમવારથી ધોરણ 1થી 8 અને ધોરણ 9થી 12ની શાળાઅોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ ગયું છે, જેમાં સોમવારથી ગુરુવાર સુધીના 4 દિવસ દરમિયાન ધોરણ 1થી 5માં 43.63 ટકા, ધોરણ 6થી 8માં 49.30 ટકા અને ધોરણ 9થી 12માં 50.38 ટકા હાજરી પહોંચી હતી. જિલ્લામાં 2020ના માર્ચથી વૈશ્વિક મહામારી કોરોનાઅે પગપેસારો કર્યા બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવાયું હતું. અોન લાઈન શિક્ષણ ઉપર ભાર મૂકાયો હતો. જેની બીજા 2021ના શૈક્ષણિક સત્રના જૂન માસ સુધી અસર રહી હતી.

જોકે, ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરાયા બાદ ધોરણ 6થી 8ના શરૂ કરી દેવાયા હતા અને દિવાળી વેકેશન બાદ પ્રથમ વખત સોમવારથી ધોરણ 1થી 5ના વર્ગો શાળામાં શરૂ કરી દેવાયા, જેમાં પ્રથમ દિવસે પાંખી હાજરી રહી હતી. પરંતુ, ક્રમશ: સંખ્યા વધતી ગઈ હતી અને ગુરુવારે ધોરણ 1થી 5ના 2 લાખ 19 હજાર 190માંથી 95 હજાર 641 છાત્રો હાજર રહ્યા હતા. ધોરણ 6થી 8ના 1 લાખ 23 હજાર 886માંથી 61 હજાર 72 હાજર રહ્યા હતા. અામ, પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના 3 લાખ 43 હજાર 76 વિદ્યાર્થીઅોમાંથી 1 લાખ 56 હજાર 713 છાત્રો હાજર રહ્યા હતા, જેથી કુલ 45.68 ટકા હાજરી રહી હતી.

અે ઉપરાંત હાઈસ્કૂલોમાં ધોરણ 9થી 12ના કુલ 91 હજાર 325 છાત્રોમાંથી 46 હજાર 5 છાત્રો હાજર રહ્યા હતા. અામ, હાઈસ્કૂલમાં કુલ 50.38 ટકા હાજરી રહી હતી. અામ, પ્રાથમિક અને હાઈસ્કૂલના કુલ 4 લાખ 34 હજાર 401 છાત્રોમાંથી 2 લાખ 2 હજાર 718 વિદ્યાર્થીઅો હાજર રહ્યા હતા, જેથી કુલ 46.67 ટકા હાજરી રહી હતી.

પ્રથમવાર આવતા ભૂલકાંઓનું તાપમાન માપી, હાથ કરાયા સેનેટાઇઝ
કચ્છની શાળાઓ પણ છાત્રો શાળાએ આવે તે માટે વાલીઓ સાથે વાર્તાલાપ કરી તેમની સંમતિ મેળવી કલાસમાં બેસાડતા અગાઉ પરીક્ષણ કર્યું હતું. માધાપર સ્થિત શ્રીજી પબ્લિક સ્કૂલમાં છાત્રો પ્રવેશ્યા ત્યારે સ્ટાફ દ્વારા દરેકનું તાપમાન ચેક કરી હાથ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...