હુમલો:ગઢશીશામાં ગેમ રમવા મુદે બે ભાઇઓ દ્વારા છરીથી યુવાનીની હત્યાનો પ્રયાસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોર બે આરોપીની પોલીસે ધરપકડ કરી પાલારા જેલમાં ધકેલી દીધા

માંડવી તાલુકાના ગઢશીશા ગામે સોમવારે રાત્રે મોબાઇલ પર ગેમ રમવા મુદે થયેલી તકરારનું મનદુખ રાખીને બે ભાઇઓએ યુવાનને માર મારી છરીના ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડનાર બે આરોપીઓની ગઢશીશા પોલીસે ધરપકડ કરી મંગળવારે કોર્ટમાં રજુ કર્યા હતા. અદાલતના આદેશને પગલે આરોપીઓને પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

ગઢશીશા ગામે બાલકૃષ્ણનગરમાં રહેતા મહેન્દ્ર છગનભાઇ આડુએ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ સોમવારે રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી અને તેમનો નાનો ભાઇ સંજય ઘર પાસે બેઠા હતા ત્યારે નીકુંજ ઉર્ફે નિરવ દિનેશ આઠુ અને સંદિપ દિનેશ આઠુ નામના બે યુવાનો આવ્યા હતા. અને ફરિયાદીના ભાઇ સંજયને કહ્યું હતું કે, તે મોબાઇલ પર ગેમ રમવા બાબતે મારા ભાઇ સાથે ઝગડો કેમ કર્યો હતો કહી ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના કહેતાં આરોપી સંદિપે સંજયને ધોકાથી માર માર્યો હતો. જ્યારે નિકુંજે છરીથી ઉપરા છપરી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતાં ફરિયાદીનો ભાઇ લોહીલૂહાણ હાલતમાં પડી જતાં ફરિયાદીએ તાત્કાલિક પ્રથમ ગઢશીશા સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ભુજ રિફર કર્યો હતો. ગઢશીશા પોલીસે આરોપી નિકુંજ અને સંદિપ સામે ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...